ભરૂચ જીલ્લા સબ જેલ માંથી ઝડતી સ્કવોર્ડે મોબાઈલ ઝડપી પાડ્યો

SHARE:

– અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા ચેકીંગ દરમ્યાન મોબાઈલ મળી આવતા સ્થાનિક જેલ પ્રસાશનની કામગીરી શંકાના દાયરામાં 

ભરૂચ,

ભરૂચ જિલ્લા સબ જેલ ખાતે અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા ચેકિંગ દરમ્યાન મોબાઈલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.ભરૂચ જિલ્લા સબ જેલ ખાતે અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમ્યાન જેલના શૌચાલયના પોખરા માંથી બિનવારસી હાલતમાં એક મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ચકચાર મચી જવા પામી હતી.ચેકિંગ દરમ્યાન મળેલા મોબાઈલ ફોનને કબ્જે લઈ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ જેલમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે અમદાવાદની ટીમ દ્વારા ભરૂચ જીલ્લા સબ જેલમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.આ દરમ્યાન શૌચાલય વિસ્તારના પોખરા માંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો.ફોન કોણે ઉપયોગમાં લીધો હતો અને જેલની અંદર કેવી રીતે પહોંચ્યો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.સાથે જ જેલના સીસીટીવી ફૂટેજ તેમજ કેદીઓ અને જેલ સ્ટાફની પૂછપરછ પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!