સાયખા GIDC ની વરસાદી કાંસમાં ઝેરી કેમિકલ છોડાતા પંથકમાં ભારે આક્રોશ

SHARE:

ભરૂચ,

વાગરા તાલુકાના કોઠીયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી વરસાદી કાંસમાં સાયખા GIDCની કંપનીઓ દ્વારા બેફામ રીતે ઝેરી કેમિકલયુક્ત પાણી છોડાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.કાંસમાં આશરે ૫૦૦ મીટર સુધી લાલ-પીળા રંગનું કેમિકલ વાળું પાણી ફરી વળ્યું છે,જેમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે.રાતના અંધારામાં ટેન્કર દ્વારા અથવા તો છૂપી લાઈન વાટે આ પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવ્યું હોવાની આશંકા છે.આ માર્ગ પરથી રોજ પસાર થતા સેંકડો ગ્રામજનો અને પશુઓના જીવ અત્યારે જોખમમાં મુકાયા છે,તેમજ આજુબાજુના ખેતરોની જમીન બંજર થવાની ભીતિ છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવતા ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો આ કેમિકલ માફિયાઓ સામે તાત્કાલિક કડક કાયદાકીય પગલાં ભરી કંપની સીલ કરવામાં નહીં આવે,તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!