વધઈ,
નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.હેમંત શર્મા અને કે.વી.કે વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ.જે.બી.ડોબરીયાના માર્ગદર્શન હેઠળ વઘઈ ખાતે “ડાંગર ના ધરુ માં બીજામૃત ની માવજત” (Bijamrut Treatment of Paddy Seedling) અંગેની ૧ દિવસીય ઓન કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા ડૉ.પ્રતીક જાવિયા, વૈજ્ઞાનીક (પાક ઉત્પાદન) એ ડાંગરના ધરુમાં બીજામૃતની માવજત અંગે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપી ખેડૂતોને આ અંગે માહિતગાર કર્યા હતા.આ ઉપરાંત ‘વિશ્વ મધમાખી દિવસ’ ની ઉજવણી પણ કરવામાં આવી હતી.જેમાં ડૉ.બિપિન વહુનીયા વૈજ્ઞાનીક (પાક સંરક્ષણ) દ્વારા મધમાખી વિશેની સમજ આપી ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા.સદર કાર્યક્રમમાં ૩૦ જેટલા ખેડૂતોએ હાજરી નોંધાવી હતી. આ સાથે જ હાલ માં ડાંગ જિલ્લામાં ચાલી રહેલ વૈકલ્પિક ખાતર જાગૃતિ અભિયાન (Fertilizer Awareness campaign) મા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા જિલ્લાના વિવિધ ગામો માં ખેડૂતોને વૈકલ્પિક ખાતર વિશેની ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે.




