– તાલુકા પંચાયતના સદસ્ય પાર્થ વસાવાએ લેખિતમાં કાર્યપાલક ઈજનેર તેમના કર્મચારીઓ સમારકામના સમયે જૂઠું બોલી ગુલ્લી મારતા હોવાનું જણાવ્યું
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના સેલોદ અને દુ:વાઘપુરા ફીડરની એગ્રીકલ્ચર લાઈનો સમારકામ કરી નિયમિત ખેડૂતોને વીજ પુરવઠો મળી રહે તે માટે તાલુકા પંચાયત સદસ્ય પાર્થ વસાવા એ રજૂઆત કરી છે, તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે દુ:વાઘપુરા અને સેલોદ ફીડરમાં ખેડૂતોના ખેતરોમાં જંગલ વિસ્તારમાં આવેલા છે, રાતના સમયે ખેડૂતોના ખેતરમાં પાક સાચવવા જાય છે ત્યારે દિપડા, નિલગાય, ભૂંડ જેવા જંગલી પશુઓનો ઘણો ત્રાસ છે, જેથી દુ:વાઘપુરા અને સેલોદ એગ્રીકલ્ચર ફીડરમાં રાતના સમયે સિંગલ ફેઝ વીજળી આપવાની માંગ કરી છે, ઉપરાંત આ વિસ્તારમાં વીજળીનો સપ્લાય વારંવાર ખોટકાય છે જેથી વર્ષોની વીજ લાઈન બદલવા ની પણ માંગ કરી છે, પડાલ વિસ્તારના જામોલી, કંચનપુરી ગામને ગામનો પુરવઠો વાલીયા સબ ડિવિઝનમાંથી આપવામાં આવે છે, જે વાલિયા ધારોલી સબ ડિવિઝન નું છેલ્લું ગામ છે, જેના કારણે વીજ પુરવઠો તદ્દન ઓછા પ્રમાણમાં મળે છે, જેથી ગામની સિંગલ ફેજ મોટર પણ ચાલતી નથી, જેથી આ ગામનો વિજ પુરવઠો ઝઘડિયા સબ ડિવિઝન માંથી આપવાની માંગ કરી છે,ધોળાકુવા ગામના એક ફળિયામાં વર્ષોથી લાઈટની સુવિધા નથી,આ બાબતે ઘણા સમયથી રજૂઆત કરેલ છે, ધારાસભ્ય દ્વારા પણ સૂચના આપવામાં આવી છે છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી, તે બાબતે પણ યોગ્ય કરવાની માંગ કરી છે, ઝઘડિયા વિજ કચેરીના તાબા હેઠળના કર્મચારીઓને લેખિત તેમજ ફોનથી જાણ કરવામાં આવે છે ત્યારે ઘણી વખત ખાસ કરીને રાતના સમયે કર્મચારીઓ જણાય છે કે અમે ગોવાલી બાજુ છીએ, અવિધા બાજુ કામગીરીમાં છીએ તેવું વારંવાર જણાવે છે, જાણવા મળ્યા મુજબ આ કર્મચારી લોકોને જૂઠું બોલે છે અને ખોટું બોલે છે, તેઓ હોટલ અથવા ચા ના ગલ્લા પર બેસીને આરામ કરે છે, તો એનો પણ ઉકેલ આવે અને તે વિસ્તારના લોકોને હેરાન થવું ના પડે તે બાબતે પણ યોગ્ય કરવા ની માંગ કરી છે.




