– આજ રોજ વધુ એક કંપનીમાં કામ કરતા રોનક પટેલનું પણ મોત થયુ
– રાકેશ વસાવા,હરિ પ્રકાશ મોતીલાલ વર્મા,પ્રવિણસિંગ અશોકસિંગ અને હાર્દિક કુમાર પરમાર,રોનક પટેલ નામના કામદારો મૃત્યુ પામ્યા છે
(જયશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટીન એક્ઝિમકેમ કંપનીમાં ગત તા.૨૩.૪.૨૬ ના રોજ મોટા બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી તેમાં દિવસે દિવસે મૃત્યુ આંક વધતો જાય છે, પ્લાન્ટમાં જ્યારે આગ લાગી ત્યારે ૧૬ જેટલા કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા જેમને અંકલેશ્વર વડોદરા અને સુરતની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ સારવાર હેઠળના દર્દીઓ પૈકી પ્રથમ રાકેશ વસાવા ત્યારબાદ હરિ પ્રકાશ મોતીલાલ વર્મા ત્યારબાદ પ્રવિણસિંગ અશોકસિંગ અને હાર્દિકકુમાર પરમાર અને આજ રોજ રોનક પટેલ નામના કામદારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રોપોલીટીન એક્ઝીકેમ કંપનીમાં જે ઘટના બની હતી તે ધટનાને જીપીસીપીએ પણ ખૂબ ગંભીર રીતે લીધી છે અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ પંચ દ્વારા પણ આ ધટનાની સ્વતઃ નોંધ લઈ બે અઠવાડિયામાં તેનો રિપોર્ટ ગુજરાત રાજ્યના મુખ્ય કમિશનર અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક પાસે માંગ્યો હતો.




