ભરૂચ પોલીસે ગૌવંશની ગેરકાયદેસર કતલનો પર્દાફાશ કર્યો

SHARE:

– નાના ખાટકીવાડ માંથી ચાર આરોપીનઓને ઝડપી જીવીત 7 ગાય વાછરડા બચાવી લેવાયા 

ભરૂચ,

ભરૂચ શહેરના નાના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર કતલનો ચોંકાવનારો ભંડાફોડ થયો છે. શહેર “બી” ડિવિઝન પોલીસે કુરેશી મસ્જિદ પાસે આવેલા એક મકાનમાં દરોડો પાડી બે ગૌવંશની કતલ કરાયેલ હાલતમાં મળી આવતાં ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.સાથે જ કતલ માટે બાંધી રાખેલા 7 જીવિત ગાય-વાછરડાંને બચાવી લેવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાની સૂચનાઓને માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એન.કે.ડામોરની આગેવાનીમાં તેમના વિસ્તારમાં કામગીરી કરાઈ રહી હતી.તે સમયે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે નાના ખાટકીવાડ વિસ્તારમાં યુસુફ ઇસ્માઈલ મહંમદ કુરેશીના મકાનમાં ગાયોનું કટીંગ કરવામાં આવી રહ્યું છે અને નજીકની ખુલ્લી જગ્યામાં કતલ માટે ગાયો તથા વાછરડાં બાંધી રાખવામાં આવ્યા છે.બાતમીના આધારે પો.સ.ઈ. એમ.ડી. ડાંગર અને ટીમે સ્થળ પર દરોડો પાડતાં સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો.

દરોડા દરમ્યાન પોલીસને સ્થળ પરથી અંદાજે 450 કિલો ગૌમાંસ, ગૌવંશ કાપવા માટે ઉપયોગમાં લેવાતા કુહાડી, મોટા છરા, સળીયા, દોરડા, પ્લાસ્ટિકના થેલા અને લાકડાના ટુકડાઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઉપરાંત ઈલેક્ટ્રિક વજન કાંટો અને ત્રણ મોબાઇલ ફોન પણ કબ્જે લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ.55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ મામલે પોલીસે યુસુફ ઇસ્માઈલ મહંમદ કુરેશી, ફરહાન યુસુફ કુરેશી, ફઈમ મોહંમદ જુબેર મરચંટ અને મહંમદ સાદાબ સલીમ કુરેશી સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પશુ સંરક્ષણ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બકરી ઈદ નજીક આવતી હોવાના પગલે જિલ્લામાં ગૌમાંસ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!