ભરૂચ,
ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.રાજીવ ગાંધીજીની 35મી પુણ્યતિથિ નિમિત્તે આજે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરી તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.
સંચાર ક્રાંતિ દ્વારા દેશના કરોડો યુવાનોને રોજગાર અપાવવામાં અગ્રેસર રહેનાર, કોમ્પ્યુટર અને ટેકનોલોજી દ્વારા આધુનિક ભારતનો પાયો નાખનાર રાજીવ ગાંધીજીએ 21 વર્ષની વયે મતાધિકાર, પંચાયતી રાજ તથા મહિલા સશક્તિકરણ માટે કરેલા કાર્યોને યાદ કરી કોંગ્રેસ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, ચૂંટાયેલ નગર સેવકો તથા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ તબક્કે શહેર પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું કે રાજીવજીના સ્વપ્નનું ડિજિટલ ભારત આજે સાકાર થઈ રહ્યું છે.તેમણે દેશમાં IT ક્રાંતિ, ટેલિકોમ ક્રાંતિ અને શિક્ષણનું આધુનિકીકરણ કરી યુવાનો માટે નવી દિશા ખોલી આપી હતી જે આજે યુવાનોના સ્વપ્નાઓ સાકાર કરી રહ્યા છે.




