– નગરના ખરાબ રસ્તાઓ, ગંદકીથી ખદબદતા રસ્તાઓ, ઉભરાતી ગટરો, નગરમાં શ્વાન અને રખડતી ગાયોના વરવા દ્રશ્યો
– રાજપીપલા નગરપાલિકાના ગાર્ડનની દુર્દશા, ગાર્ડનમાં ખાણી પીણીની ગેરકાયદેસર દુકાનો ક્યારે તોડશે?
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ પછી નર્મદાનું વડુમથક રાજપીપલા આજે હાસિયામાં ધકેલાઈ ગયું છે.નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલાનો વિકાસ આજે પણ રૂંધાયેલો જણાય છે.
રાજપીપલા શહેરનો વિકાસ કરવા પાછળ રાજપીપલા નગરપાલિકાની મહત્વની ભૂમિકા રહી છે.છેલ્લા કેટલાક વર્ષથી રાજપીપલા નગરપાલિકામાં ભાજપની સત્તા છે.ચાલુ વર્ષે હમણાં જ થયેલી ચૂંટણીમાં પણ ભાજપ સત્તા પર આવ્યું છે.છતાં પણ રાજપીપળાનો વિકાસ કરવામાં નગરપાલિકા ખાસ કાઠું કાઢી શકી નથી એ હકીકત છે.રાજપીપલા નગરપાલિકાની બોડીના સદસ્યો નગરનો વિકાસ કરવામાં લગભગ નિષ્ફળ ગયા છે . ખાસ કોઈ કામો એમના વખતમાં થયેલા દેખાયા નથી.નગરના ખરાબ રસ્તાઓ,અસ્વચ્છરસ્તાઓ ગંદકીથી ખદબદતા રસ્તાઓ, ઉભરાતી ગટરો, નગરમાં શ્વાન અને રખડતી ગાયોનું વરવું દ્રઢય,શાક માર્કેટમાં ચાલવાની પણ જગ્યા ના મળે એવી જગ્યાએ દુકાનદારો, લારી ગલ્લા વાળાએ બોર્ડ, લટકણીતા, દુકાનો બોર્ડના પાટિયા,ગેરકાયદેસર દબાણો વધારી દીધાં છે લોકોને ચાલવાની જગ્યા નથી કે આડેધડ પાર્કિંગ ને કારણે રોડ બ્લોક થઈ જાય છે રાજપીપલા નગરપાલિકામાં ઠેર ઠેર ગેર કાયદેસર વધી ગયેલા દબાણો હટાવવાના પાલિકા સત્તાધીશોને જરા પણ રસ દેખાયો નથી રાજપીપલા નગરનું સાંકડું નાનું પડતું શાક માર્કેટ બીજી જગ્યાએ નવું શાક માર્કેટ હજી સુધી બનાવી શક્યા નથી.
એક વખતનું રાજા રજવાડા વખતની બંધ પડી ગયેલી બ્રોડગેજ રેલવે લાઈનને કેવડિયા સુધી લંબાવવાની લોક હજી સુધી સંતોષાઈ નથી.રાજપીપળા રેલવે સ્ટેશન પાસે રેલવેફાટક વર્ષોથી બંધ હોવા છતાં ફાટક ન ખોલાતા પ્રજાને પડતી હાલાકી ઉપરાંત રાજપીપલા નગરપાલિકાના ગાર્ડનની દુર્દશા, ગાર્ડનમાં ખાણી પીણી ગેરકાયદેસર દુકાનો બની ગઈ છે જેને તોડી પાડવામાં પાલિકાને રસ નથી.નગરપાલિકાના કામદારોના પગાર કરવાના કાયમ ફાફા રહે છે બબ્બે ત્રણ ત્રણ મહિના સુધી કર્મચારીઓના પગાર થતા નથી.રાજપીપલા નગરપાલિકાનું કરોડોનું લાઈટ બિલનું દેવું બાકી છે જે પૂરું ભરાતું નથી.નગરપાલિકા દેવાદાર છે.રાજપીપળા નગરને ઘણા વિસ્તારોમાં આજદિન સુધી ભૂગર્ભ ગટર લાઈન પહોંચી નથી કે એનો લાભ પણ મળ્યો નથી.હજુ સુધી ઘણા વિસ્તારોને ગેસ પાઈપલાઈન નસીબ નથી થઈ.ત્રણ ત્રણ વાર કરેલી ભૂગર્ભ યોજના નિષ્ફળ ગઈ છે.રાજપીપલા નગરને પીવાનું પાણી પૂરું પાડતી યોજનામાં રાજા રજવાડા વખતની સડી ગયેલી કહોવાઈ ગયેલી પાઈપલાઈનનો નવી નાખવાની તસ્દી નથી લીધી.જેને કારણે પાણી લીકેજ ની સમસ્યા અને ઓછા ફોર્સથી પરંતુ પાણી ન આવવાની ગંભીર સમસ્યા આજે પણપ્રજાને નડી રહી છે.નગરપાલિકાની નવી કચેરી ના રીનોવેશન પાછળ કરોડોનો ખર્ચ થાય છે.ટાઉનહોલમાં લાખોનો ખર્ચ કરવા છતાં એસી, ટોયલેટ બાથરૂમ ઠેકાણા નથી.એવી અસુવિધાથી પીડાતું ટાઉન હોલ ને કારણે પ્રજા પરેશાન છે.
નગરપાલિકાના ગાર્ડનમાં ખાણીપીણીના સ્ટોલો દુકાનો બનાવી છે તેનાથી ગાર્ડનની શોભા નષ્ટ કરી નાખી છે.ખાણી પીણીની દુકાનો સ તોડી પાડવાનો કોર્ટ આદેશ હોવા છતાં નગરપાલિકા ગેરકાયદેસર બાંધકામ તોડતી નથી.ચોમાસા પહેલા કાંસ કાદવ ગટરની સફાઈ થતી નથી.જેને કારણે ચોમાસામાં ગટરો ઉભરાય છે અને ગટરોનું ગંદુ પાણી રોડ ઉપર આવી જાય છે.છતાં નગરપાલિકાના પેટનું પાણી હાલતું નથી.રાજપીપલા નગરના ના મુખ્ય રોડ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ છે રખડતા ઢોરોનું સામ્રાજ્ય અકસ્માતો નોતરે છે. નગરપાલિકાની પાંજરાપોળ શોભાના ગાંઠીયા સમાન પુરવાઈ થઈ છે. ઢોરોને પાંજરે પુરાતા નથી કે ઢોર માલિકોને દંડની કોઈ કાર્યવાહી કરાતી નથી. નગરપાલિકાની નિષ્ક્રિયતા સાબિત થઈ છે.ત્યારે નવા સત્તાધીશો સામે આ સમસ્યા પડકાર રૂપ બની રહેશે.




