ભરૂચના સ્ટેશન રોડ પર એસટી બસ ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતા અકસ્માત : લોક ટોળા એકત્ર

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા સિટી સેન્ટર બહાર આજે અકસ્માતની ઘટના સર્જાઈ હતી.મળતી માહિતી મુજબ એસટી બસના ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોપેડ ચાલક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર એસટી બસ ચાલક રોંગ સાઈડમાં ઘૂસી આવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.અકસ્માત બનતા સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!