(સંજય પટેલ,જંબુસર)
ભરૂચ ખાણ-ખનીજ વિભાગે આખરે ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે લાલ આંખ કરી છે.જંબુસર તાલુકાના ગજેરા ગામે દાંડી રોડ ઉપર ચાલી રહેલા બેફામ ખનન ધંધા પર તંત્રએ ઓચિંતી રેડ પાડી ખાણ માફિયાઓમાં હડકંપ મચાવી દીધો હતો.
રેડ દરમ્યાન નિયમોને ઠેંગો બતાવી ગેરકાયદેસર રીતે ખનન અને વહન માટે વપરાતા ૧ JCB મશીન અને ૧ હાઈવા ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. તંત્રએ અંદાજે 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વર્ષોથી ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર ખનન સામે હવે સવાલો ઉઠી રહ્યા છે કે, શું તંત્રની નજરથી આ બધું અત્યાર સુધી અજાણ હતું કે પછી કોઈના આશીર્વાદ હેઠળ આ કાળો કારોબાર ધમધમી રહ્યો હતો? હાલની કાર્યવાહી બાદ ખાણ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.




