(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
મહારાષ્ટ્ર બોર્ડર પરથી ગુજરાતમાં ઘુસાડતો પકડાયેલ દારૂ નર્મદા જિલ્લામાં ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા 30 લાખના વિદેશી દારૂનો આજે રાજપીપળા એરોડ્રામખાતે જેસીબી ફેરવીને નર્મદા પોલીસે નાશ કર્યો હતો.
નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો છે.એટલે રાજ્યની આ બોર્ડર પરથી મહારાષ્ટ્ર રાજ્યનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બૂટલેગરો અનેક મોડસ એપ્રેન્ટિસ વાપરી વિદેશી દારૂ ઘુસાડતા હોય છે. જોકે નર્મદા પોલીસે આવા બૂટલેગરો ને ઝડપી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.જે જુના છ મહિનાના કેશનો ઝડપાયેલ મુદ્દામાલને પ્રાંત અધિકારી પ્રસનજીત કૌરની હાજરી માં રાજપીપળા, ગરુડેશ્વર, તિલકવાડા ત્રણ પોલીસ સ્ટેશનના કુલ 42 ગુના ના અલગ અલગ બોટલ વિદેશી દારૂનો રાજપીપળા એરોડ્રામ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.
કુલ 11552 જેટલી નાની મોટી બોટલોને જે.સી.બી થી નાશ કરવામાં આવ્યો કુલ રૂ.29,32,567 નો મુદ્દામાંલ નો નાશ કરવામાં આવ્યો હતો.<span;>ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો મોટા પાયે દારૂ અન્ય રાજ્યોમાંથી ઘુસાડવામાં આવતો હોય છે.ખાસ કરીને મહારાષ્ટ્રની બોર્ડર પરથી નર્મદા જિલ્લામાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે જે નર્મદા પોલીસે પકડી પાડ્યો હતો.




