ઝઘડિયા યુપીએલ – સુપરફોર્મ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ અને જળવાયુ પરિવર્તન સામે લડત માટે યુપીએલ ગ્રુપની સહાયક કંપની સુપરફોર્મ દ્વારા વિવિધ ટકાઉ વિકાસના પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે.

વર્ષોથી દુનિયા જળવાયુ પરિવર્તન અંગે ચિંતિત છે. વધતું તાપમાન, સમુદ્રના જળસ્તરમાં વધારો,જંગલોમાં લાગતી આગ અને પીગળતા હિમનદીઓ જેવા સંકેતો માનવજાતને સતત ચેતવી રહ્યા છે.ત્યારે આ પડકાર સામે લડવા માટે વિવિધ સ્તરે પ્રયાસો શરૂ થયા છે.

કંપની દ્વારા દ્વારા ‘Now, for Climate’ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને ઝઘડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ અનેક પર્યાવરણલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ અભિયાન અંતર્ગત આજરોજ કપલસાડી ગામ ખાતે કંપનીના અધિકારીઓ, સ્થાનિક સરપંચ અને ગ્રામ જનોની ઉપસ્થિતિમાં આગામી 5 જૂન પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે યુનિટ હેડ પ્રવીણદાન ગઢવીએ જણાવ્યું હતું કે “કંપની દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર ઝઘડિયામાં જ કુલ 17.8 એકર જમીનમાં 11,800 વૃક્ષોનું સંવર્ધન અને જાળવણી કરવામાં આવી રહી છે. ઉપરાંત 18 એકર વિસ્તાર ધરાવતા સમુદાયના તળાવના સંરક્ષણ દ્વારા અંદાજે 8.6 મીલિયન ક્યુબિક ફૂટ વરસાદી પાણીનું સંચય કરવામાં આવ્યું છે. આ જ રીતે સમગ્ર જિલ્લામાં એક લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે.”

સીએસઆર લીડ કેરોલ ડિસોઝાએ ઉમેર્યું હતું કે સીએસઆર હેઠળ કંપની દ્વારા શૈક્ષણિક , આરોગ્ય લક્ષી કામગીરીની સાથે હંમેશા પર્યાવરણના જતન અને સંવર્ધનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!