ભાવનગર,
ઈન્ટરનેશનલ કરાટે સંસ્થા કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઈન્ડિયાના,ભાવનગરના ચીફ ઈન્સ્ટ્રકટર અને 6th ડિગ્રી બ્લેક બેલ્ટ શીહાન પ્રદીપ પારેખ દ્વારા તાજેતર માં તા.27 થી 30 મેના રોજ વ્રજવિહાર હોલ,ઘોઘા સર્કલ ખાતે કરાટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં ઓસ્ટ્રેલિયા સ્થિત 7th ડિગ્રી બ્લેક બેલ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન ક્યોશી ગ્લેન સ્ટેફેનસન ખાસ ભાવનગર ખાતે આવી સંસ્થાના વિદ્યાર્થીઓને ટ્રેડિશનલ, સ્પોર્ટ્સ કરાટે તેમજ સેલ્ફ ડિફેન્સ ટેકનીકની તાલીમ આપેલ.ભાવનગરમાં આ પાંચમો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સેમીનાર હતો.આ સેમિનારમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યના 125 જેટલા કરાટેકાઓએ ભાગ લીધેલ.આ સેમિનારને સફળ બનાવવા કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઈન્ડિયા, ભાવનગરના બ્લેક બેલ્ટ ઈન્સ્ટ્રકટરઓએ ભારે જહેમત ઉઠાવેલ.




