ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની 119 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની 119 મી વાર્ષિક સાધારણ સભા બેંકના મુખ્ય મથક ખાતે આવેલા સભાખંડમાં યોજાઈ હતી.સભામાં બેંકના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ઉપપ્રમુખ કરશન પટેલ સહિત બેંકના હોદ્દેદારો,ડિરેક્ટરો અને સભાસદો મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ બેંકના ગત વર્ષના વહીવટી અહેવાલ, વાર્ષિક હિસાબો અને અન્ય એજન્ડાના મુદ્દાઓ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા,જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.સભાને સંબોધતા ચેરમેન અરૂણસિંહ રણાએ જણાવ્યું હતું કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક માત્ર નાણાકીય સંસ્થા જ નહીં, પરંતુ જિલ્લાના ખેડૂતો, નાના વેપારીઓ અને મધ્યમવર્ગીય પરિવારો માટે વિશ્વાસનું કેન્દ્ર બની છે.સભાસદોના સતત સહકાર અને બેંકના અધિકારીઓ-કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીના પરિણામે બેંક આજે 119 મા વર્ષમાં પણ મજબૂત આર્થિક સ્થિતિ સાથે પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. વધુમાં તેમણે કોંગ્રેસના મરહુમ એહમદ પટેલને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહાને પણ યાદ કર્યા હતા.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ગ્રાહકોને વધુ સુવિધાજનક અને આધુનિક બેંકિંગ સેવાઓ મળી રહે તે માટે ડિજિટલ બેંકિંગ, નવી ટેકનોલોજી અને ઓનલાઈન સેવાઓના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. બેંકિંગ સુવિધાઓ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે માટે પણ આયોજનબદ્ધ પ્રયાસો હાથ ધરવામાં આવશે.

સભામાં બેંકના વાઇસ ચેરમેન, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જનરલ મેનેજર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.119 મી વાર્ષિક સાધારણ સભા સફળતાપૂર્વક સંપન્ન થતાં સભાસદોએ બેંકના સુદ્રઢ સંચાલન અને વિકાસલક્ષી અભિગમ બદલ ચેરમેન અરૂણસિંહ રણા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કામગીરીને બિરદાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!