– ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પણ દારૂની બદી સામે અવાજ ઉઠાવ્યો
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
રાજપીપળા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં
ફરી એકવાર દારૂ જુગારનો અડ્ડા ચાલતા હોવાનો મુદ્દો ઉછળ્યો હતો.જેમાં સાંસદ મનસુખ વસાવા અકળાયા હતા.જાહેર મંચ પરથી સાંસદે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે નર્મદામાં બેફામ ચલાવતા દારું,જુગારના અડ્ડાવાળાઓ, માફિયાઓ ને હું ખુલ્લા પાડીશ. સરકારદ્વારા વિકાસ ના કામો થાય છે. સરકારના મંત્રીઓ ખૂબ મહેનત કરે છે.પણ આ લોકોએ સરકારની કરોડોની યોજના પર પાણી ફેરવી દીધું છે.અડ્ડા વાળા, ગુંડા લોકો ને જે લોકો સપોર્ટ કરે છે તેમને ખુલ્લા પાડવાં જોઈએ. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદની, સિદ્ધાંતની વિચારધારાની પાર્ટી છે એ પારદર્શક વહીવટમાં માને છે.
ગુજરાતમાં ઘણી જગ્યાએ દારૂ જુગાર બંધ છે છતાં નર્મદા જિલ્લામાં કેમ ચાલે છે?
એ બંધ થવા જોઈએ એમ સાંસદે જણાવ્યું હતું.દારૂ જુગારના અડ્ડા બંધ કરવા અમે અભિયાન ચલાવ્યું એ અભિયાનમાં અમારા કાર્યકર્તાઓને પણ નીલ રાવના માણસો ડરાવે ધમકાવે છે કે તમને પાર્ટી માંથી કાઢી મુકીશું!અમે પ્રજાના હીતનું સારું કામ કરીએ છીએ. સમાજમાં કેટલા દુષણો છે એની સામે અમે લડીએ છીએ જિલ્લા પ્રમુખ નીલ રાવે પાર્ટીને સમર્થન કરવું જોઈએ એને બદલે બુટલેગરોને સપોર્ટ કરે છે! આ તો કેવો પાર્ટીનો પ્રમુખ કહેવાય? એને તાત્કાલિક પાર્ટી એ પ્રમુખ પદેથી હટાવી દેવો જોઈએ.આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે.જયારે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પણ દારૂની બદી સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોઈનો દીકરો કે વ્યક્તિ દારૂ માં પકડાય ત્યારે મારાં પર ફોન આવે છે.આદિવાસી સમાજના દારૂના વ્યસનના ચડાવવામાં આવે છે.નર્મદા માં જે લોકો દારૂ વેચે છે એની સામે એક્શન લેવામાં આવે.દારુ વેચનારા બુટલેગર ગાડી બંગલા વાળા થયા છે.આ ધંધાઓ કોની રહેમ નજર થાય છે એ તપાસ થવી જોઈએ.




