અંકલેશ્વર નગરપાલિકાના કચરાના ટેમ્પોમાં આગ : ફાયર બ્રિગેડના પાણીના પ્રેશર મુદ્દે ઉઠ્યા સવાલ

SHARE:

ભરૂચ,

અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક ભાવના ફાર્મ પાસે આજે નગરપાલિકાના કચરાના ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું.જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ ફાયર ટેન્ડરમાંથી પૂરતા દબાણ સાથે પાણી ન મળતા આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી સર્જાઈ હતી. લગભગ 15 થી 20 મિનિટ સુધી પાણીનું યોગ્ય પ્રેશર ન મળતાં ટેમ્પોમાં લાગેલી આગ વધુ ફેલાઈ ગઈ હતી.

આ દરમ્યાન આસપાસના સ્થાનિક રહીશો અને વેપારીઓએ પાણીના મોટર અને પાઈપની મદદથી આગ ઓલવવાના પ્રયાસો હાથધર્યા હતા.સ્થાનિકોની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. જોકે આગની ઘટનામાં કચરાનો ટેમ્પો મોટાભાગે બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.ઘટના બાદ સ્થાનિકોમાં ફાયર વિભાગની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે.નાની આગની ઘટનામાં પણ જો ફાયર ટેન્ડરમાંથી પૂરતા દબાણ સાથે પાણી ન મળે તો ભવિષ્યમાં કોઈ મોટી ઔદ્યોગિક દુર્ઘટના કે આગની ઘટના બને ત્યારે સ્થિતિ કેવી રીતે સંભાળી શકાશે તે અંગે લોકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!