ભરૂચ,
ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં કબ્રસ્તાન સામે આવેલા મસ્જિદ-મદરેસા સંચાલિત મકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.આગ દરમ્યાન ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સંબંધિત તંત્રની ટીમો સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવા અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી.આ ઘટનાને પગલે ગામ અને આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
કંથારિયા ગામમાં કબ્રસ્તાન સામે આવેલા આ મસ્જિદ-મદરેસા સંચાલિત મકાન બંધ હોવાના કારણે આગ ઘરવખરીમાં ફેલાઈ ગઇ હતી.મકાન માંથી ધુમાડા નીકળતાં હોવાના જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં. આગની ગરમીના કારણે ઘરમાં રહેલાં રાંધણ ગેસના સિલિન્ડરમાં ધડાકો થયો હતો.
આ સમયે મકાનનો દરવાજો તોડતાની સાથે આગની જવાળાઓ બહાર આવી જતાં નજીકમાં ઉભેલાં અબ્દુલ ઐયુબ ભોલિયા,બિલાલ પરસોત્તમ,અબ્દુલ પરસોત્તમ,સફવાન ખત્રી અને હારૂન ખત્રી તમામ રહેવાસી કંથારીયાના હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથધરી છે.




