– ભાજપાના રાજમાં જ પ્રજાના કામો થતા ન હોવાની ગંભીર ફરીયાદો
– નર્મદા ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિકાસની સામે
રાજપીપળા નગરના મહત્વના પ્રશ્નો અટવાયા
– નર્મદા જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
એક તરફ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સામે વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે તો બીજી તરફ જિલ્લા પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગ સાથે ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, સાંસદ મનસુખ વસાવા સહીત ના આગેવાનો ધરણા પર બેસી આંદોલનની શરૂઆત કરી દીધી છે ત્યારે નર્મદા જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે.જેને કારણે રાજપીપળા નગરના મહત્વના પ્રશ્નો અટવાઈ ગયા છે.એના તરફ કોઈ ધ્યાન જતું નથી ત્યારે નર્મદા જિલ્લા ભાજપના જ કારોબારી સભ્ય અને નર્મદા સુગરના ડિરેક્ટર કમલેશ પટેલે કલેકટરને પત્ર લખી નગરના અતિ મહત્વના પ્રશ્નો ઉકેલવા લેખિત રજૂઆત કરી છે.આશ્ચર્યની વાત તો એ છે કે ભાજપ સરકારના રાજમાં ભાજપના જ આગેવાનોને નગરના પ્રશ્નો ઉકેલવા માટે લેખિત રજૂઆત કરવી પડે એનાથી મોટી શરમજનક વાત બીજી શું હોઈ શકે?
કમલેશ પટેલે લેખિત પત્ર લખી કલેકટરનું ધ્યાન દોરતા જણાવ્યું છે કે રાજપીપલા નગર અને જિલ્લાના પ્રશ્નોની વારંવાર રજુઆત કરવા છતાં કોઇ પરીણામ આવતું નથી. માટે ફરીથી મારાં આ પ્રશ્નો વહેલી તકે ઉકેલવા વિનંતી છે.જેમાં હરસિદ્ધિ મંદિરની બાજુમાં ગાયત્રી મંદિરની સામેની ચાલી દબાણમાં છે તે તોડી રસ્તો સીધો કરવા ઉપરાંત વિજયચોક કાળા ઘોડાપોસેનો રેલ્વે ફાટક ખોલવા અંગે તેમજ રાજપીપલા નગર પાલીકા વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં દબાણ હટાવવાની માંગ તથા નર્મદા જિલ્લાના ખેડુતોને યુરીયા ખાતર સાથે રૂ।.૪૦૦ ની લીક્વીડ ખાતર ફરજિયાત પણે લેવાનું વેપારીઓ આગ્રહ રાખે છે.તે દવાની બોટલ બંધ કરાવવા રાજપીપલા શહેરમાં અમુક વિસ્તારોમાં વિજ પ્રવાહના વોલ્ટેજ ઓછી મળવાના કારણે ઘર વપરાશી ઈલેકટ્રીકલ ઉપકરણોને ખુબજ નુક્શાન થાય છે અને વારંવાર વિજ પ્રવાહ બંધ થાય છે જે માટે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે તેમજ રાજપીપલા હરસિધિમાતાજીના મંદિરનું કામ જે બંધ હાલતમાં છે તેને તાત્કાલીક અસરથી ચાલુ કરવા તેમજ. રાજપીપલા શહેરની બહારના રીંગ રોડનું કામ ઝડપથી ચાલુ કરવા બાબતે લેખિત રજુઆત કરી છે.
આ મુદ્દે કમલેશ પટેલે જણાવ્યું છે કે રાજપીપળા હરસિદ્ધિ મન્દિર રોડ ઉપર માર્ગ મકાન વિભાગે દબાણો તોડી હટાવ્યા પણ વર્ષો જુના ગાયત્રી મંદિરની સામેની ચાલી દબાણમાં છે તે તોડી રસ્તો સીધો કેમ કર્યો નથી?દબાણમાં આવતા તમામ દબાણો જનહિત માટે હટાવવા જોઈએ એવી પ્રજાની માંગ છે. અહીં લાખો શ્રદ્ધાળુ મંદિરે દર્શન કરવા આવતા હોય છે તેમજ આ આ હાઈવે રોડ હોવાથી ટ્રાફિકનું ભારણ અને પાર્કિંગની સમસ્યા ઊભી થાય તેમ હોવાથી આ દબાણ તાત્કાલિક હટાવવું જરૂરી છે.
એ ઉપરાંત રાજા રજવાડા વખતની બ્રોડગેજ રેલવે ટ્રેન તો બંધ થઈ ગઈ તે તો ચાલુ થઈ શકી નથી પરંતુ એનું બંધ કરેલા રેલવે ફાટકને કારણે પ્રજાને આજે ભારે મુશ્કેલી પડી રહી છે.ફાટક બંધ હોવાને કારણે એક કિલોમીટરનો ફેરો ફરીને મંદિરે દર્શનમાટે કે ગેસના બોટલો લેવા પ્રજાને રીક્ષાનું ભાડું ખર્ચીને જવું પડે છે. ત્યારે આ ફાટક તાત્કાલિક અસરે ખુલ્લું કરવાની પણમાંગકરી છે.
એ ઉપરાંત રાજપીપલા નગર પાલીકા વિસ્તારમાં આવેલ શાક માર્કેટ વિસ્તારમાં લારી ગલ્લાવાળાઓ દુકાનો વાળાઓએ એટલા હદે દબણો કરી દીધા છે કે પ્રજાને બંને બાજુ ચાલવાની તો ઠીક પાર્કિંગ કરવાની પણ જગ્યા રહી નથી.આ દુકાનદારો લારી ગલ્લાવાળાઓ પોતાના લટકણીયા પડદા, જાહેરાતના બોર્ડ, લારીઓ રોડ ઉપર મૂકીને અડધો રોડ રોકી દીધો છે.નગરપાલિકાના પ્રમુખ ચીફ ની સીધી જવાબદારી બનતી હોવા છતાં પાલિકા તંત્ર આંખે પાટા બંધી ને બેઠી છે નગરપાલિકા માં 28માંથી 25 બેઠકો જીતીને પ્રજાએ પાલીકામાં ભાજપાને સત્તા સોંપી છે ત્યારે આ નવા ચૂંટાયેલા સદસ્યો શોભાના ગાંઠિયા પુરવાર ન થાય અને તાત્કાલિક અસરથી કાયમી દબાણ હટાવેં એવી પ્રજાની માંગ છે.શું આ દબાણો ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખને ના દેખાતા નહી હોય?
આ દબાણ તાત્કાલિક હટાવવાની માંગ ઉઠી છે.રાજપીપળા નગરપાલિકાના નિષ્ક્રિય પ્રમુખ અને ચીફ ઓફિસરની નૈતિક જવાબદારી બને છે છતાં નગરમાં વધતા જતા દબાણો હટાવવામાં પાલિકા તંત્ર જરા પણ ધ્યાન આપતું નથી હમણાં જ વહીવટી તંત્રએ નગરની બહારના દબાણો હટાવ્યાં છે.જયારે રાજપીપળા નગરની અંદર ઠેર ઠેર જાહેર રોડની આજુબાજુ દુકાનો લારીઓ ફૂટપાટ ઉપર પણ દબાણ વધારી દીધા છે તે દબાણ ક્યારે હટાવશે? એવો પણ પ્રજામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે.એ ઉપરાંત આવનારા દિવસોમાં સરકારી હોસ્પિટલ જીતનગર ખાતે જવાની છે.ત્યાં ચાલુ થાય તો લોકોને ખાનગી વાહન કે રીક્ષા ભાડે કરીને દૂર સુઘી જવુ પડે એમાં પ્રજાના નાણાં અને સમય બરબાદ થાય તેમ છે ત્યારે આ હોસ્પિટલ બંધ કરે તો મુશ્કેલી ઊભી થશે.ત્યારે પ્રજાની માંગ છે કે સરકારી હોસ્પિટલ અત્યારે જ્યાં ચાલે છે તે સ્થળ પર જ ચાલવી જોઈએ જો આ હોસ્પિટલ જીત નગર જતી રહેશે તો રાજપીપળાથી જીતનગર જવાનું ભાડું ગરીબ માણસોને મોંઘું પડશે જેથી આ હોસ્પિટલ જે સ્થળે ચાલે છે ત્યાં ચાલવી જોઈએ એવી પણ માંગ ઉઠી છે.




