– મહિલાને માથાના ભાગે ઈજા થતા પરિવાર દ્વારા પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ
ભરૂચ,
ભરૂચના કસક વિસ્તારમાં બાળકોને સાયકલ ધીમે અને શાંતિથી ચલાવવા ટોકતા મહિલા પર ઉશકેરાયેલા ઈસમે હુમલો કરતા મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. હુમલાના સીસીટીવી સામે આવ્યા હતા તો ઈજાગ્રસ્ત મહિલાના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના કસક વિસ્તારમાં ઘર નજીક કેટલાક બાળકો સાયકલ ચલાવી રહ્યા હતા આ દરમ્યાન ઘરની બહાર એક મહિલા બેઠી હતી. આ દરમ્યાન તેને બાળકોને સાયકલ ધીમે અને શાંતિથી ચલાવવાનું કહેતા બાળકે ઘરે જઈ પિતાને કહેતા અચાનક ઉશકેરાયેલા પિતાએ અચાનક ધસી આવી ખુરશી પર બેસેલ મહિલા પર એક પછી એક હુમલો કરતા મહિલાને માથાના ભાગે ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જોકે નજીવી બાબતે થયેલા હુમલાના સીસીટીવી વાયરલ થયા હતા જેમાં સામી સાંજના સમયે આ બનાવ બન્યો હોવાનું જણાઈ આવે છે. ઈજાગ્રસ્ત મહિલાના પરિવાર દ્વારા હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ ભરૂચ સી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથધરી હતી.




