ઝઘડીયા તાલુકાના ભાલોદથી અંકલેશ્વર રૂટ પર બસ સેવા શરૂ કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં ખુશીની લાગણી

SHARE:

(ભાવેશ પંડ્યા, ભાલોદ) 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ સહિત આસપાસના ગામના તેમજ રાજપારડી વિસ્તારના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તેમજ રોજિંદી મુસાફરી કરતા નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.ઘણા લાંબા સમયથી બંધ રહેલી ભાલોદ–રાજપારડી–અંકલેશ્વર–ઝઘડિયા બસ સેવા તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવી છે.

આ બસ સેવાને પુનઃ શરૂ કરવા માટે સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિવિધ સ્થાનિક આગેવાનો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી.લોકોની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ દ્વારા ભરૂચ તથા ઝઘડિયા એસટી ડેપોના મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી.જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆતને ધ્યાનમાં રાખી એસટી તંત્ર દ્વારા બસ સેવાને તાત્કાલિક મંજૂરી આપવામાં આવી હતી, ભાલોદથી આ બસ સવારે ૯:૩૦ વાગ્યાના સમયે નીકળી ઝઘડિયા થઈ અંકલેશ્વર જશે અને સાંજે ૪:૩૦ કલાકે ઝઘડિયાથી ભાલોદ માટે રવાના થશે જેથી આ બસ સેવાનો સીધો લાભ વિધાર્થીઓ ને મળશે,આજરોજ ભાલોદ ગામેથી જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજના હસ્તે લીલી ઝંડી બતાવી ભાલોદ–અંકલેશ્વર બસ સેવાનું પ્રારંભ કરાવવામાં આવ્યું છે.આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બસ સેવા ફરી શરૂ થતાં ભાલોદ અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા-કોલેજ સુધી પહોંચવામાં સરળતા રહેશે.સાથે જ નોકરી-ધંધા માટે રોજિંદી અવરજવર કરતા મુસાફરોને પણ મોટી રાહત મળશે, સાથે સાથે આ બસ સેવાનો લબ ઝઘડિયા અંકલેશ્વર રૂટ પર આવતા તમામ ગામના લોકોને મળશે, સ્થાનિક લોકોએ આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ જિલ્લા પંચાયત પ્રમુખનો આભાર વ્યક્ત કરી બસ સેવા નિયમિત ચાલુ રાખવાની માંગ પણ વ્યક્ત કરી છે.સ્થાનિક નાગરિકોના મતે, આ બસ સેવા વિસ્તારના લોકો માટે મુસાફરી કરવાની સરળતા મળસે અને પુનઃ પ્રારંભથી આસપાસના વિસ્તારના મુસાફરોને સીધો લાભ મળશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!