– નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ : આદિજાતિ બાળકોને પોષણ પૂરું પાડવા માટેની આ સરકારી યોજનાના પેકેટો આ રીતે રસ્તા પર કઈ રીતે પહોંચ્યા, તે એક ગંભીર તપાસનો વિષય બન્યો
– વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ : અગાઉ ઘાટોલી વિસ્તારમાંથી પેકેટ મળ્યા હતા : નર્મદા દૂધ સંજીવનીને લઈ તંત્ર એક્શનમાં
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદાના સાગબારા અને ડેડિયાપાડા વચ્ચેના મુખ્ય માર્ગ પર કણબીપીઠા નજીક આંગણવાડીના બાળકો માટેના ‘દૂધ સંજીવની’ના ઘણા પેકેટ્સ રસ્તા પર મળી આવતા ચકચાર મચી છે.આદિજાતિ બાળકોને પોષણ પૂરું પાડવા માટેની આ સરકારી યોજનાના પેકેટો આ રીતે રસ્તા પર કઈ રીતે પહોંચ્યા, તે એક ગંભીર તપાસનો વિષય બન્યો છે.અગાઉ પણ ઘાટોલી વિસ્તાર માંથી પેકેટ મળ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોના આરોગ્ય અને પોષણ માટે આ દૂધની વ્યવસ્થા કરવામાં આવે છે. મહત્વનું છે કે અગાઉ પણ ડેડિયાપાડાના ઘાટોલી વિસ્તારમાં આવી જ ઘટના સામે આવી હતી. આવી ઘટનાઓ વારંવાર બનવી તે યોજનાના વિતરણ અને દેખરેખ વ્યવસ્થામાં રહેલી ખામીઓ તરફ આંગળી ચીંધે છેજેને કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે.
બાળકોના હક્કના આ પોષણયુક્ત આહારનો આ પ્રકારે બગાડ થતા સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.સરકારી સંપત્તિનો આ બગાડ કોની બેદરકારીનું પરિણામ છે – સપ્લાય ચેઈન, પરિવહન કે પછી અન્ય કોઈ વહીવટી ક્ષતિ? તે અંગે સઘન તપાસ જરૂરી છે. હાલ તો તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી, જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
આ પ્રકારે બિનવારસી હાલતમાં મળી આવવા તે માત્ર એક વહીવટી ક્ષતિ નથી,પરંતુ કુપોષણ સામે લડી રહેલા આદિવાસી બાળકોના હક્ક સાથે ખિલવાડ છે. અગાઉ પણ ઘાટોલી વિસ્તારમાં આવી જ ઘટના બની ચૂકી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર પાઠ કેમ ન શીખવામાં આવ્યા? આ આખી કડીમાં બેદરકારીનું કેન્દ્ર ક્યાં છે? શું આ મામલે માત્ર કાગળ પરની તપાસ કરીને સંતોષ માની લેવાશે, કે પછી બાળકોના હક્ક પર ત્રાપ મારનારા જવાબદારો સામે કોઈ દાખલારૂપ કડક કાયદાકીય પગલાં ભરાશે?આ અંગે નર્મદા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જનક માઢકે જણાવ્યું કે 1 જૂન ના રોજ પણ આવી ઘટના બની હતી
1 જૂન 2026 ના રોજ પણ બાળકો દૂધ વિહીન રહેલા એ સત્ય છે.આજે મીડિયાના માધ્યમ થી જાણવા મળ્યું છે કે ફરી આવું બન્યું છે જેના માટે તપાસ ના આદેશ આપવામાં આવ્યા છે.દૂધધારા ડેરી ભરૂચથી એજન્સી દ્વારા જે તે આંગણવાડી સુધી પહોંચાડવામાં આવતું હોય છે આ દૂધ સેમ ડે સપ્લાય કરવાનું હોય છે આ દૂધ કેમ લેટ સપ્લાય કરવામાં આવ્યું છે તે જાણવું જરૂરી છેકોઈ સપ્લાયરે મિસચિપ કરી હોય તેમ લાગે છે.કેવા સંજોગો માં આ થેલીઓ નાખી દીધું હોઈ તેની પણ તપાસ કરવામાં આવશેએમ જનક માઢક પોગ્રામ ઓફિસર નર્મદાએ જણાવ્યું હતું.




