– લાંબી ચાલેલી બેઠકમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે નર્મદામાં ચાલતા બેફામ દારૂ જુગારના અડ્ડાઓ અંગે મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો
– નર્મદા જિલ્લામાં કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી થતી હોવાનો મુખ્ય મુદ્દો દર્શનાબેન ઉઠાવ્યો
– વરખડ ગામેથી એમડી ડ્રગ્સ પ્રકરણમાં વપરાતા માદક દ્રવ્યોમાં વપરાતો પકડાયેલ કેમિકલનો મોટો જથ્થો અને તેમાં સંડોવાયેલાં આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા અંગે ઉગ્ર રજુઆત કરી
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
રાજપીપળા કલેકટર કચેરીમાં મળેલી સંકલન બેઠક તોફાની બની હતી.મહત્વના ગંભીર પ્રશ્નોની ઝડી વરસાવતા બેઠક લાંબી સાડા ત્રણ કલાક ચાલી હતી.સાડા ત્રણ કલાક ચાલેલી બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા.
લાંબી ચાલેલી બેઠકમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે નર્મદામાં ચાલતા બેફામ દારૂ જુગારના અડ્ડાઓ અંગે મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.નર્મદા જિલ્લામાં કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી થતી હોવાનો મુખ્ય મુદ્દો દર્શનાબેન ઉઠાવ્યો હતો.નર્મદાના યુવાનો દારૂના રવાડે ચડી જાય છે એમના ઉપર કેસ થતા હોય છે એ માટે જે લોકો દારૂ વેચે છે એમની ઉપર કડક કાર્યવાહી કરવાની માંગ ધારાસભ્ય કરી દારુ જુગારના અડ્ડાઓ બંધ થાય અને અડ્ડાઓ ચલાવનારા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરીહતી.અને દારૂની હેરાફેરી કરનાર સામે સખત કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
એ ઉપરાંત નાંદોદ વરખડ ગામેથી એમડી ડ્રગ્સ પ્રકરણમાં વપરાતા માદક દ્રવ્યો માં વપરાતો પકડાયેલ કેમિકલનો મોટો જથ્થો અને તેમાં સંડોવાયેલાં આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા અંગે ઉગ્ર રજુઆત કરી હતી.
તાજેતરમાં નાંદોદના વરખડ ગામેથી એમડી ડ્રગ્સમાં વપરાતા કેમિકલનો મોટો જથ્થો પકડાયો હતો તેની તપાસમાં માલુમ પડ્યું છે કે માદક દ્રવ્યમાં વપરાતો આ સામાન છે.અહીં એક નાનકડી ફેક્ટરી હતી જેમાં પપ્પુ ચૌધરી નામનો જે આરોપી સંડોવાયેલો હતો તે ફરાર છે અને જેમનું જે ઘર છે સુધીર પટેલપણ હજુસુધી પકડાયો નથી. કાચો માલ લઈને વરખડ ગામે આવેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય આ મુદ્દાને તેમને ગંભીર મામલો ગણાવ્યો હતો અને કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.




