નર્મદા કોંગ્રેસને મોટો ફટકો : જિલ્લા તાલુકા પંચાયત જીત્યા પછી 800 થી વધુ લોકો કોંગ્રેસ કાર્યકરો આપમાં જોડાયા

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે.જિલ્લા તાલુકા પંચાયત જીત્યા પછી 800 થી વધુ લોકો કોંગ્રેસ કાર્યકરો આપમાં જોડાતા રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે.

તિલકવાડા ના ઉતાવળી ખાતે આમ આદમી પાર્ટી નું સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં 800 થી પણ વધુ લોકો એ કોંગ્રેસ નો હાથ છોડી આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કર્યો છે.પ્રવચનમાં ચૈતર વસાવા એ ભાજપને આડે હાથ લીધાં હતી.હાલ માં જ થયેલો ભાજપ નો હાઈ વોલ્ટેજ ડ્રામા વિશે પણ ટિપ્પણી કરી હતી.તેમણે કહ્યું કે નાંદોદના ધારાસભ્ય એ સાડા ત્રણ વર્ષ માં આદિવાસી શબ્દ પણ સાંભળ્યો નથી.પહેલીવાર એમના મુખે આદિવાસી શબ્દ સાંભળ્યો કે હું આદિવાસી માટે લડીશ મારા સ્વમાન માટે લડીશ.

સાંસદ અને ધારાસભ્ય ને ગાંધીનગર બોલાવ્યા અને પછી હવે એ લોકો ફરી સાથે મળી ગયા છે.હવે ક્યાં ગયું તમારું સ્વમાન?કયા ગયું તમારું રાજીનામુ?જે ધારાસભ્યનું પોતાના સગઠન અને સરકાર માં સાંભળતું ના હોઈ તે આ વિસ્તારનું કે તમારું કશું કરવાના નથી એ ધારાસભ્ય નો ગરબો હવે ઘરે જવા દેવા નો વારો આવી ગયો છે.રાત દિવસ આ લોકો એ ચૈતર વસાવાના નામની માળા જપી આજે એ લોકો જ અંદરો અંદર લડાવા લાગ્યા છે.લડાઈ હતી ચૂંટણી ફન્ડ બાબતે અને રેતીની લિઝો બાબતે અંદર અંદરની લડાઈ છે.દર્શનાબેન ધારાસભ્યએ કહ્યું કે મને 3 વર્ષ થી હેરાન પરેશાન કરે છે.હિન્દૂ હિન્દૂ કરી ને ગુજરાતમાં શાસન લઈને બેઠા છે પણ આજે ગુજરાતમાં સૌથી વધુ જો કોઈ દુઃખી હોઈ તો એ આપણા હિન્દૂ ભાઈ બહેનો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!