૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સામુહિક યોગાસન

SHARE:

ભરૂચ,
આમોદની સ્વામિનારાયણ સ્કૂલના વિશાળ પટાંગણમાં ૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તાલુકા વહીવટી તંત્ર તરફથી સામુહિક યોગાસનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજદીપસિંહ દાયમા, મામલતદાર ડૉ.મયુર વરિયા, તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, કમૅચારીઓ સાથે પોલીસ તેમજ હોમગાર્ડ જવાનો,શિક્ષકો,તલાટીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.યોગ નિષ્ણાંત દિનેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષક દિલીપ પરમાર તેમજ નટુભાઈ પરમારે વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવી હતી.તેમજ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે હાજર લોકોને માહિતગાર કર્યા હતા.યોગ ટ્રેનરો દ્વારા હાજર લોકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવા માટે પ્રેરણા આપી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં યોગને વિશેષ ઓળખ અપાવનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દર વર્ષે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે “સ્વસ્થ જીવન માટે યોગ” થીમને કેન્દ્રમાં રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!