– નર્મદા ડેમમાં ઉપરવાસ માંથી 16755 ક્યુસેક પાણીની આવક થતા હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટર
– નર્મદા ડેમ આજે પણ 57 ટકા ભરાયેલ
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
ગુજરાત માટે સારા સમાચારછે કે હાલગુજરાતમાં ચોમાસુ ખેંચાયું છે.વરસાદના એંધાણ નથી.ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે.ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે.પાણીની આવક વધવાનું કારણ એ છે નર્મદા ડેમના ઉપરવાસ માંથી પાણીની આવક નર્મદા ડેમમાં આવી રહી છે.ખાસ કરીને મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાયાછે જેનું ડિસ્ચાર્જ પાણીને આવતા નર્મદા ડેમમાં 72 કલાક લાગે છે.હાલ નર્મદા ડેમ માં ઉપરવાસ માંથી 16755 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.હાલ નર્મદા ડેમ ની સપાટી 126.79 મીટરે પહોંચી છે.નર્મદા ડેમના CHPH (કેનાલ હેડ પાવરહાઉસ) ના 3 યુનિટી ચાલુ કરાયા છે.આમ વીજ ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે.
ગુજરાત માટે સિંચાઈ અને પીવાનું પાણીમાં મેઈન કેનાલ માં 16223 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે.હવે આ પાણી કચ્છ સુધી ખેડૂતોને પાણી કેનાલો મારફત પહોંચી રહ્યું છે.હાલ નર્મદા ડેમ આજે પણ 57 ટકા ભરાયેલ છે.નર્મદા ડેમ માં કુલ 3324 MCM ક્યુસેક લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.ત્યારે એમ કહી શકાય કે વરસાદ ભલે ખેંચાયો પણ ચોમાસા સુધી નર્મદા ડેમ ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવાના પાણી માટે આપવા માટે સજ્જ છે.આમ નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવા દોરી બની છે એમ કહી શકાય.




