નબીપુર ગામનું ગૌરવ : CA ની પરીક્ષામાં ઝળહળતી સફળતા

SHARE:

– મહેનત, સમર્પણ અને અડગ આત્મવિશ્વાસનું પરિણામ એટલે સફળતા

(સલીમ કડુજી,નબીપુર)

નબીપુર ગામના તમામ ગ્રામજનો માટે ખૂબ જ આનંદ અને ગૌરવના સમાચાર છે.નબીપુર ગામના તેજસ્વી યુવાન મુનાઝીરહુસૈન સોકત હાફેજી એ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા મે ૨૦૨૬ માં લેવાયેલી CA ફાઈનલની પરીક્ષામાં ભવ્ય સફળતા મેળવીને પોતાના પરિવારનું અને સમગ્ર નબીપુર ગામનું નામ રોશન કર્યું છે.

તમામ મુશ્કેલ પડકારોનો સામનો કરીને Chartered Accountant જેવી દેશની પ્રતિષ્ઠિત અને અઘરી પરીક્ષા પાસ કરવી એ ખૂબ જ પ્રશંસનીય બાબત છે. તેમની આ સિદ્ધિ ગામના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.

મુનાઝીરહુસૈન અને તેમના આખા પરિવારને આ ઐતિહાસિક સફળતા બદલ સમસ્ત નબીપુર ગામ અને મિત્ર વર્તુળ તરફથી હાર્દિક શુભેચ્છાઓ અને અનંત અભિનંદન પાઠવવામાં આવી રહયા છે.આ સમયે ગામમાં ખુશીનો અનેરો માહોલ જોવાઈ રહ્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!