ભરૂચ જિલ્લામાં ૬૮૫ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને કુલ ૧૭૬ સરકારી શાળાઓમાં મેળવ્યો પ્રવેશ

SHARE:

– “સરકારી શાળા : ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય”

ભરૂચ,

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા સમગ્ર શિક્ષા અભિયાનના માર્ગદર્શન હેઠળ સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીલક્ષી યોજનાઓના કારણે વાલીઓમાં સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ સતત વધી રહ્યો છે.જેના પરિણામે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમ્યાન ભરૂચ જિલ્લામાં નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.જિલ્લાના 176 સરકારી શાળાઓમાં કુલ 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.આ પ્રવેશોમાં અંકલેશ્વર અને ભરૂચ તાલુકાઓ અગ્રેસર રહ્યા છે.સરકારી શાળાઓમાં ઉપલબ્ધ સ્માર્ટ ક્લાસરૂમ, મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત વિકસિત માળખાકીય સુવિધાઓ, ડિજિટલ શિક્ષણ, અનુભવી શિક્ષકો, રમતગમતની સુવિધાઓ, નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો, શિષ્યવૃત્તિ યોજનાઓ અને બાળક-કેન્દ્રિત શૈક્ષણિક વાતાવરણ વાલીઓને આકર્ષી રહ્યા છે.પરિણામે સરકારી શાળાઓ શિક્ષણ માટેની પ્રથમ પસંદગી બની રહી છે.

તાલુકાવાર વિગતો મુજબ ભરૂચ તાલુકામાં 45 શાળાઓમાં 184 વિદ્યાર્થીઓ, અંકલેશ્વર તાલુકામાં 41 શાળાઓમાં 183 વિદ્યાર્થીઓ, વાગરા તાલુકામાં 28 શાળાઓમાં 100 વિદ્યાર્થીઓ, જંબુસર તાલુકામાં 23 શાળાઓમાં 72 વિદ્યાર્થીઓ, આમોદ તાલુકામાં 13 શાળાઓમાં 61 વિદ્યાર્થીઓ, નેત્રંગ તાલુકામાં 12 શાળાઓમાં 30 વિદ્યાર્થીઓ, હાંસોટ તાલુકામાં 4 શાળાઓમાં 29 વિદ્યાર્થીઓ, ઝઘડીયા તાલુકામાં 8 શાળાઓમાં 22 વિદ્યાર્થીઓ તેમજ વાલીયા તાલુકામાં 2 શાળાઓમાં 4 વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.જિલ્લા શિક્ષણ સમિતિ, ભરૂચ દ્વારા આગામી સમયમાં પણ ગુણવત્તાસભર શિક્ષણ અને શાળા પ્રવેશ અભિયાનને વધુ વેગ આપી વધુમાં વધુ બાળકોને સરકારી શાળાઓ સાથે જોડવા માટે પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.

ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તા.૨૩,૨૪,૨૫ જૂન ૨૦૨૬ દરમ્યાન ભરૂચ જિલ્લા ૬૬૭ ગામો અને ૪ નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવેલ છે.આ કાર્યક્ર્મમાં કુલ ૧૫૭ રૂટમાં ૯૦૮ સરકારી પ્રાથમિક શાળાઓ, કુલ ૧૫૦ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.જેમાં રાજ્ય ક્ક્ષના કુલ ૨ પદાધિકારીશ્રીઓ અને IAS,IPS,IFS તેમજ સચિવાલય કેડરના કુલ ૧૬ અધિકારીઓ, જિલ્લાના પ્રમુખ,ધારાસભ્યઓ,પદાધીકરીઓ અને કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ ભરૂચ જિલ્લાના વર્ગ-૧ અને ૨ ના અધિકારી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તા.૨૩,૨૪,૨૫ જૂન ૨૦૨૬ દરમ્યાન મહાનુભાવો તરીકે ઉપસ્થિત રહેશે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તા.૨૩,૨૪,૨૫ જૂન ૨૦૨૬ દરમિયાન ભરૂચ જીલ્લામાં કુલ ૯૩૫૫ બાળકો બળવાટિકામમાં, ધોરણ-૧ માં ૫૦૨ બાળકો , આંગણવાડીમાં કુલ ૧૨,૯૩૯ બાળકો ,ધોરણ-૯ માં સરકારી અને ખાનગી શાળાઓમાં કુલ ૨૬,૦૮૩ તેમજ ધોરણ-૧૧ માં ૧૮,૮૪૪ બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!