ભરૂચ સાયબર ક્રાઈમની મોટી સફળતા : Operation Mule Hunt 2.0 હેઠળ 12 રાજ્યોના 20.21 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી 2 સાગરીતોને ઝડપી પાડ્યા

SHARE:

– ભરૂચના મોના પાર્કના એઝાઝ ઉર્ફે અલ્તાફખાન ઉર્ફે રોનક પઠાણ, મદીના પાર્કના અફવાન ઉસ્માન કાનીની ધરપકડ, અનિસ ઉસ્માન કાની વોન્ટેડ

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં સાયબર ગુનાઓ સામે ચાલી રહેલા રાજ્યવ્યાપી “ઓપરેશન મ્યુલ હન્ટ 2.0” અંતર્ગત ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.જ્યારે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલો વધુ એક આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.પોલીસે એઝાઝ ઉર્ફે અલ્તાફખાન ઉર્ફે રોનક પઠાણ (રહે. મોનાપાર્ક, બાયપાસ રોડ, ભરૂચ) તેમજ અફવાન ઉસ્માન કાની (રહે. મદિના પાર્ક, શેરપુરા રોડ,ભરૂચ) ની ધરપકડ કરી છે.તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે આરોપીઓએ ખોટી ઓળખના આધારે વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા અને અગાઉથી ખરીદેલા મોબાઇલ સિમકાર્ડને આ ખાતાઓ સાથે લિંક કરીને સાયબર ઠગાઈથી મેળવવામાં આવેલા નાણાંની હેરફેર માટે તેનો ઉપયોગ કર્યો હતો.

સાયબર ક્રાઇમ પોલીસના પ્રાથમિક અનુસંધાન મુજબ આવા “મ્યુલ એકાઉન્ટ”નો ઉપયોગ ઓનલાઈન ઠગાઈના નાણાંને અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ગુનાના નાણાંના સ્ત્રોતને છુપાવવા માટે કરવામાં આવતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી મળેલા ડિજિટલ પુરાવાઓના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!