ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો વહેલી તકે આપવાની માંગ સાથે પૂર્વ ધારાસભ્યનું પ્રાંત અધિકારીને આવેદનપત્ર

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસરના માજી ધારાસભ્ય કિરણ મકવાણા દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો વહેલી તકે આપવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

જંબુસર-આમોદ મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ હોવા છતાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ ન થતાં પ્રાંત અધિકારીને એસ એમ ગાંગુલીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

આવેદનમાં જણાવાયું છે કે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો અને તાયફાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ નવા સત્રના અનેક દિવસો વીતી ગયા હોવા છતાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે પાઠ્યપુસ્તકો પહોંચાડવાનું કાર્ય પ્રાથમિકતા પર હાથ ધરવું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.પૂર્વ ધારાસભ્યએ માંગણી કરી છે કે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને સરકારી પાઠ્યપુસ્તકોનું વહેલી તકે વિતરણ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ વિઘ્ન વિના આગળ વધી શકે. સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરી તેમને ન્યાય અપાવવાની પણ વિનંતી કરવામાં આવી છે.આવેદનપત્ર આપવા જાગૃત નાગરિક હોદ્દેદારો જોડાયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!