– જેલમાં ચૈતર વસાવા હવે ધારાસભ્ય તરીકે નહીં પણ કેદી નંબર 90888 નંબરથી ઓળખાશે
રાજપીપળા,
રાજપીપળા સેશન્સ કોર્ટના ચુકાદા બાદ ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહીત 9 આરોપીને રાજપીપળાથી ચાપતા પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડાયા હતાં.જેમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહીત 9 આરોપીને સાત વર્ષની કેદની સજાનો આખરી હુકમ થયો હતો.
નર્મદાનાં એડી.સેશન્સ જજ ની અદાલતમાં નામદાર એ.વી.હિરપરા,એડી.સેશન્સ જજનો ચુકાદો હતો જેમાં ઈ.પી.કો.કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૮૯,૩૩૨,૩૫૩,૩૮૬,૨૯૪(બી),૫૦૬(૨),૨૦૧,૩૪ તથા આર્મ્સ એકટ કલમ-ર૫(૧)(એ) મુજબ સજા થઈ હતી.આ ચુકાદો 190 પાનાનો આ ચુકાદામાં હુકમ કરાયો હતોઆખરી હુકમનો ચુકાદો 18 પાનાનો હુકમ હતો.સજા પામેલ કુલ 9 આરોપીઑની વિગત જોતા (1) જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા ઉ.વ.૨૯ રહે.બોગજ ચુલી ફળીયું તા.ડેડીયાપાડ જી.નર્મદા (2) રમેશભાઈ ગીમ્બાભાઈ વસાવા ઉ.વ.૪૦ રહે.ઝાડોલી આમલી ફળીયુ તા.ડેડીયાપાડા (3) શકુંતલાબેન વા/ઓ ચૈતરભાઈ દામજીભાઈ વસાવા ઉ.વ.૩૨ રહે.બોગજ,નિશાળ ફળીયું તા.ડેડીયાપાડા જી.નર્મદા (4) મરીયમબેન વા/ઓ ઝવેરભાઈ ગંભીરભાઈ વસાવા ઉ.વ.૩૦ રહે.બોગજ,નિશાળ ફળીયું તા.ડેડીયાપાડા જી.નર્મદા (5) ચૈતરભાઈ દામજીભાઈ વસાવા ઉ.વ.૩૫ રહે.બોગજ,નિશાળ ફળીયું તા.ડેડીયાપાડા જી.નર્મદા (6) બલીરામભાઈ કાલુસીંગભાઈ વસાવા ઉ.વ.૩૧ રહે. હલગામ (પાડી) ટેકરા ફળીયું તા.સાગબારા જી.નર્મદા (7) રીકેશભાઈ કુલસીંગભાઈ વસાવા ઉ.વ.૧૯ રહે.બોગજ,નિશાળ ફળીયું તા.ડેડીયાપાડા જી.નર્મદા (8) મોગરાબેન વા/ઓ રમેશભાઈ ગીંબાભાઈ વસાવા ઉ.વ.૩૮ રહે.ઝાડોલી,આમલી ફળીયું,તા.ડેડીયાપાડા જી.નર્મદા અને (9) શુકંતાબેન ઉર્ફે શકુંતલાબેન વા/ઓ બલીરામભાઈ કાલુસીંગભાઈ વસાવા ઉ.વ.૩૦ રહે.હલગામ (પાડી), ટેકરા ફળીયું તા.સાગબારા જી.નર્મદાઆ તમામ આરોપીઓને રાજપીપળા જેલ માંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરાયા હતા.ચૈતર વસાવાને હવે નવી ઓળખ મળી હતી.જેલમાં ચૈતર વસાવા હવે ધારાસભ્ય તરીકે નહીં પણ કેદી નંબર 90888 નંબરથી ઓળખાશે.




