ઝઘડિયાના પીપરીપાન ગામની પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક દ્વારા ચલાવવામાં આવી રહી છે શાળા

SHARE:

– ધોરણ એક થી પાંચ ના તમામ વિદ્યાર્થીઓને ફક્ત એક જ શિક્ષક દ્વારા શિક્ષણ આપવામાં આવે છે

– ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પૂરતા શિક્ષકો પ્રાથમિક શાળામાં આપવામાં આવે તેવી માંગ કરી છે

(જ્યશીલ પટેલ, ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયત માં સમાવિષ્ટ પીપરીપાન ગામ ની સરકારી પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક દ્વારા શાળા ચલાવાઈ રહી છે, પીપળીપાન ગામની પ્રાથમિક શાળા માં એક થી પાંચ ધોરણ ના વિદ્યાર્થીઓ ના ક્લાસરૂમ આવેલા છે,આ તમામ વિદ્યાર્થીઓને ફક્ત એક જ શિક્ષક દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેથી આજરોજ પીપરીપાન ગામના ગ્રામજનો દ્વારા એક આવેદનપત્ર ઝઘડિયા ના પ્રાંત અધિકારીને પાઠવવામાં આવ્યું છે, આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે પીપરીપાન પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ નો અભ્યાસક્રમ ચાલે છે, ગામમાં અગાઉ ધોરણ ૧ થી ૫ માટે બે શિક્ષકો કાર્યભાર સંભાળતા હતા, બે વર્ષ અગાઉ શાળાના મુખ્ય શિક્ષક દેવલજીભાઈ છોટુભાઈ વસાવાનું અવસાન થતાં ત્યારથી પીપરીપાન ગામમાં બીજા શિક્ષકની નિમણૂક કરવામાં આવેલ નથી, છેલ્લા બે વર્ષથી પીપરીપાન ગામમાં ધોરણ ૧ થી ૫ નો શિક્ષણનો અભ્યાસક્રમ એક જ શિક્ષક દ્વારા ચલાવવામાં આવે છે,જેથી પીપરીપાન ગામના વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડે છે અને તેમનું ભવિષ્ય જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે, આ બાબતની રજૂઆત તંત્રને વખતોવખત ગામના વાલીઓ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે, જેથી તેમણે રજૂઆત કરી છે કે પીપરીપાન ગામના શાળાના બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે શિક્ષકની નિમણૂક કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!