નાગરિકોને વ્યસન મુક્ત કરવા માટે શરૂ કરાયું ‘વ્યસન મુક્તિ અભિયાન’ : નબીપુર ખાતે પોલીસ દ્વારા સેમિનારનું આયોજન કરાયુ

SHARE:

(સલીમ કડુજી,નબીપુર)

સમાજ માંથી દૂષણો દૂર કરવા અને નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ભરૂચ પોલીસ દ્વારા એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.

ભરૂચ પોલીસ અધિક્ષકની કચેરી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં ભરૂચ પોલીસ વ્યસન મુક્તિ અભિયાન વેગવંતું બનાવવામાં આવ્યું છે.આજરોજ તા.૨૫/૬/૨૦૨૬ નાં રોજ પો.ઈન્સ ટી આર ચૌધરી તથા પો.સબ ઈન્સ્પેક્ટર તેમજ નબીપુર પોલીસ સ્ટાફ સાથે આજરોજ નબીપુર પોલીસ મથકના વિસ્તારમાં માદક દ્રવ્યોના દુરૂપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી અંગે નબીપુર હાઈસ્કુલમાં સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં શાળાના ૨૫૦ બાળકો તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા તેમજ અભિયાન અંતર્ગત ખાસ માહિતીપ્રદ બેનરો અને પોસ્ટર્સ દ્વારા લોકોને વ્યસનની ગંભીર અસરોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.વ્યસનની જીવલેણ અસરો અંગે ચેતવણી પોલીસ દ્વારા બીડી,સિગારેટ,ગુટખા,માવા તેમજ દારૂ અને અન્ય નશીલા પદાર્થોના સેવન સામે કડક ચેતવણી આપવામાં આવી છે.વ્યસનને કારણે શરીરમાં થતા નુકસાન જેવા કે કેન્સરના વિવિધ પ્રકારો જેમાં મોંનું કેન્સર,ગળાનું કેન્સર, ફેફસાનું કેન્સર અને અન્નનળીનું કેન્સર સહિત અન્ય રોગો જેવા કે હૃદયરોગ (હાર્ટ અટેક), પેરાલિસિસ (લકવો), બ્લડ પ્રેશર અને શ્વાસને લગતી ગંભીર બીમારીઓ (દમ, ટીબી) બેનરમાં સચિત્ર દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે વ્યસન વ્યક્તિના આખા શરીરને અને ખાસ કરીને ફેફસાં તથા મોંને નુકસાન પહોંચાડે છે.

ભરૂચ પોલીસ માત્ર ચેતવણી જ નથી આપી રહી,પરંતુ લોકોને વ્યસન છોડવા માટે પ્રેરણાત્મક માર્ગદર્શન પણ પૂરું પાડી રહી છે.પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા કેટલાક મહત્વના ઉપાયો સુચવાતા હતા.વ્યસન છોડવા માટે મક્કમ નિર્ધાર કરવો જરૂરી છે.જીભ અને મન પર કાબૂ જ્યારે પણ વ્યસનની ઈચ્છા થાય ત્યારે વરિયાળી, એલચી, તજ અથવા આદુના ટુકડા મોંમાં રાખીને મન ડાયવર્ટ કરવું.મિત્રોની પસંદગી, ખરાબ સોબતથી દૂર રહેવું, જે તમને વ્યસન તરફ ધકેલે છે.

ડોક્ટરની સલાહ લઈ ગંભીર કિસ્સાઓમાં વ્યસન મુક્તિ કેન્દ્ર અથવા નિષ્ણાત તબીબોની મદદ લેવી.પોલીસે જાહેર જનતાને અનુરોધ કર્યો કે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના પરિવાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે વ્યસનનો ત્યાગ કરે.જો કોઈ વ્યક્તિ આ ગંભીર બીમારીઓથી બચવા માંગતી હોય,તો આજથી જ વ્યસન છોડવાનો સંકલ્પ કરે તે જરૂરી છે.પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.

આ પ્રસંગે શાળા સંચાલકોએ કાર્યક્રમને સફળ બનાવવાના સારા પ્રયત્નો કર્યા હતા.કાર્યક્રમ સફળ બનાવવા બદલ નબીપુર પોલીસે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!