આદિવાસી હિત અને ગુજરાતની જનતાના અધિકાર માટે ચંદેરીયા ખાતે સંકલન બેઠકનું આયોજન

SHARE:

– બેઠકમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા,પૂર્વ કેબિનેટ મંત્રી કાનજી પટેલ, પૂર્વ જીએનએફસીના ચેરમેન કિશોરસિંહ,પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિતના આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર અને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના નિવાસ્થાન ચંદેરીયા ખાતે આજરોજ આદિવાસી હિત અને ગુજરાતની જનતાના અધિકાર માટે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંકલન બેઠકમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા,રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી કાનજી પટેલ, યાત્રાધામ વિકાસના પૂર્વ અધિકારી અનિલ પટેલ, જીએનએફસીના પૂર્વ ચેરમેન કિશોરસિંહ સહિત આખા ટ્રાઈબલ વિસ્તાર માંથી આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં એસટી, એસસી, ઓબીસી અને માઇનોરીટી તથા શોષિત વર્ગના લોકોના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો તેમજ ગુજરાતની જનતાને લગતા વિવિધ સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને બંધારણીય મુદ્દાઓ, શિડયુઅલ પાંચ, પૈસા એક્ટ, જળ, જંગલ, જમીન, આરોગ્ય, રોજગાર, સિંચાઈ, વિસ્થાપિતોના પ્રશ્નો, જંગલના જમીનના અધિકારો, ગુજરાતમાં દારૂબંધી બાબતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હું ભાવિ પેઢીના બદલાવ માટે તેમના જીવનના બદલાવ માટે અલગ ભીલીસ્તાન બને તેનો હુ હિમાયતી છું,આદિવાસી વિસ્તારના જળ જંગલના માલિકો અહીંના સ્થાનિક આદિવાસીઓ છે, હું કે તમે નથી! અને આ જ માલિકોને કોઈ પૂછતું નથી, રાજ્યની ૭૦ ટકા વસ્તીવાળાની કેમ સરકાર નથી? તેમણે અલગ ભિલીસ્તાનની વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોની થોડા થોડા વિસ્તારો અલગ ભીલીસ્તાન ભીલપ્રદેશ બનાવવા માટે ફાળવવામાં આવે તો ૫૮ થી ૬૦ જેટલી બેઠકો અલગ વિસ્તારને મળી શકે એમ છે, ૧૩ જેટલા જિલ્લાઓ બની શકે એમ છે, અને દોઢ કરોડથી બે કરોડની વસ્તી અલગ વિસ્તારની થઈ શકે છે, જે જે રાજ્યોમાંથી અલગ રાજ્ય બન્યા છે જેમકે પંજાબ હિમાચલ હરિયાણા નો દાખલો આપતા તેમને જણાવ્યું હતું કે અલગ રાજ્ય બન્યા બાદ ત્યાંના જે મૂળ લોકો છે તેમનો વિકાસ થયો છે,સંભવિત ભિલિસ્તાન વિસ્તારમાં જેટલી જેટલી વિધાનસભા બેઠકો આવે છે અને આગામી ચૂંટણી દરમિયાન તે બેઠકો પર જે જે ઉમેદવારો ચૂંટણી લડવાના છે અને જીતવાના છે તેઓને સમાજના માણસોએ સમાજના લોકોએ તેમની પાસે ઠરાવ કરી એસેમ્બલીમાં મોકલવાનો રહે છે, અલગ ભીલીસ્તાન બનાવવું અલગ પ્રદેશ બનાવો એ કોઈ રાજ્ય સરકારના હાથમાં હોતો નથી, રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકાર દ્વારા જ આવા નિર્ણયો લેવાતા હોય છે,જળ જંગલના માલિકની હાલત ખરાબ થતી જાય છે જેથી અલગ ભીલીસ્તાનની શંકરસિંહ વાઘેલાએ હિમાયત કરી હતી, શિક્ષણ બાબતે તેમણે જણાવ્યું હતું કે કેજી થી પીજી સુધી નું શિક્ષણ મફત મળવું જોઈએ, હાલમાં મોંઘવારીનું મોટું મારણ દવાખાનું અને શિક્ષણ જ છે, જેથી એ પ્રજાનો હક છે કે એમને એ મફત મળવું જોઈએ, અલગ ભીલીસ્તાન માટે ઉહાપોહ કરવાની જરૂર નથી કોઈ નારા લગાવવાની જરૂર નથી, પરંતુ તમારા વિસ્તારમાં ચૂંટાયેલા ભાજપ,કોંગ્રેસ કે કોઈપણ પાર્ટીના ધારાસભ્યો સંસદ સભ્યોને ફરજ પાડવાની છે કે રાજ્ય સરકારને ઠરાવ કરી રાષ્ટ્રપતિને મોકલે તેવી સલાહ આપી હતી.રાજ્યમાં દારૂબંધી માટે તેમણે આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી છે જ નહીં અહી બુટલેગરો મજા કરે છે! દારૂબંધી એક મજાક છે ! સરકારે લિકર પોલિસી બનાવી જોઈએ ! શું દિરૂબંધી ના નામે થતી આવક બુટલેગરને લઈને મજા કરવા હોય છે !! ચૈતર વસાવા ને થયેલ સજા બાબતે તેમણે જણાવ્યું હતું કે સરકારનો ધંધો કરે એ બરાબર નથી! તંત્ર પોલીસ જયુડીસરીનો ઉપયોગ ના થવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.

આજની આ સંકલન બેઠકમાં ઝઘડિયાના માજી ધારાસભ્ય છોટુ વસાવાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે અને હોસ્પિટલમાં દાખલ હોય તેવો ઉપસ્થિત રહી શક્યા નથી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!