– જીઆઈડીસીની અન્ય કંપનીઓમાં પણ લેબર કોન્ટ્રાકટરોની આ બાબતે સઘન તપાસ હાથ ધરાય તે જરૂરી
ભરૂચ,
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં ઘણા રાજ્ય બહારના તેમજ જિલ્લા બહારના કામદારો પણ નોકરી કરતા હોય છે.આ કામદારો પૈકી ઘણા કામદારો કોન્ટ્રાક્ટ બેઝ પર લેબર કોન્ટ્રાક્ટરોના અંડરમાં કામ કરતા હોય છે.આવા કામદારોનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જરૂરી વિગતો સાથે પોલીસ વેરિફિકેશન કરાવવાનું હોય છે.ઘણા લેબર કોન્ટ્રાક્ટરો તેમને કંપનીમાં કામે મુકેલ કામદારોની પોલીસમાં નોંધ નહિ કરાવતા તેમની સામે જાહેરનામા ભંગ હેઠળ ગુના દાખલ થતા હોય છે.ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગતરોજ જીઆઇડીસીની પ્રિવી કંપનીના બે લેબર કોન્ટ્રાક્ટરો વિરૂધ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુના દાખલ કર્યા હતા.પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પ્રિવી કંપનીમાં તપાસ કરતા આર્યન એન્ટરપ્રાઈઝ નામે લેબર કોન્ટ્રાક્ટ ચલાવતા વિરેન્દ્ર ઠાકુર હાલ રહે.અંકલેશ્વર અને મુળ રહે.બિહારનાએ પ્રિવી કંપનીમાં કામ પર મુકેલ ૭ કામદારોનું સ્થાનિક પોલીસ મથકમાં પોલીસ વેરિફિકેશન કરાવેલ ન હોવાનું જણાયું હતું.જ્યારે ગાયત્રી હેલ્પર સપ્લાયર્સ નામે ચાલતા લેબર પ્રિવી કંપનીમાં તપાસ કરતા આર્યન એન્ટરપ્રાઈઝ નામે લેબર કોન્ટ્રાક્ટ ચલાવતા વિરેન્દ્ર ઠાકુર હાલ રહે.અંકલેશ્વર અને મુળ રહે.બિહારનાએ પ્રિવી કંપનીમાં કામ પર મુકેલ ૭ કામદારોનું સ્થાનિક પોલીસ મથકમાં પોલીસ વેરિફિકેશન કરાવેલ ન હોવાનું જણાયું હતું,જ્યારે ગાયત્રી હેલ્પર સપ્લાયર્સ નામે ચાલતા લેબર કોન્ટ્રાક્ટના સંચાલક વિનોદભાઇ કૈલાશનારાયણ દ્વિવેદી હાલ રહે.અંકલેશ્વર અને મુળ રહે.ઉત્તરપ્રદેશનાએ પ્રિવી કંપનીમાં કામ પર મુકેલ ૧૦ કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવેલ હોવાનું પણ પોલીસ તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું.ઝઘડિયા જીઆઈડીસી પોલીસે જીઆઈડીસીની પ્રિવી કંપનીમાં કામદારો કામ પર મુકી તેમનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવનાર ઉપરોક્ત બન્ને લેબર કોન્ટ્રાક્ટરો વિરેન્દ્ર ઠાકુર હાલ રહે.અંકલેશ્વર મુળ રહે.બિહાર અને વિનોદ કૈલાશનારાયણ દ્વિવેદી હાલ રહે.અંકલેશ્વર મુળ રહે.ઉત્તરપ્રદેશના વિરૂધ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લાની જીઆઈડીસીઓમાં વિવિધ કંપનીઓમાં કામદારો કામ પર મુકતા અન્ય લેબર કોન્ટ્રાક્ટરોની પણ જો સઘન તપાસ થાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવે તેમ છે.




