ડેડીયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં 108 ની ઉત્તમ કામગીરી

SHARE:

– ધોધમાર વરસાદમાં કર્મચારીઓએ પગે ચાલીને ઝોળીમા ટીંગાટોળી કરીને 108 સુઘી પહોંચાડી દર્દીનો જીવ બચાવ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ડેડીયાપાડા ના અંતરિયાળ વિસ્તારમાં 108 જઈ શકતી ન હોવા છતાં કર્મચારીઓએ ધોધમાર વરસતા વરસાદમા પગે ચાલીને ઝોળીમા ટીંગાટોળી કરી ને 108 સુઘી પહોંચાડી દર્દીનો જીવ બચાવવાની ઉમદા કામગીરીનો કિસ્સો સામે આવ્યો છે.

જેમાં એક તરફ ડેડીયાપાડાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તો બીજી તરફ અંતરિયાળ વિસ્તારમા દર્દીની હાલત બગડતા તાતકાલિક હોસ્પિટલમા લઈ જવા માટે 108 ને કોલ કર્યો હતો.ત્યારે ધોધમાર વરસતા વરસાદમા ડેડિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં 108 ટીમની સરાહનીય કામગીરી કામે લાગી હતી.વરસતા વરસાદ વચ્ચે દર્દીને ઝોલીમાં લઈ જઈ જીવ બચાવ્યો હતો.ગઈ કાલે ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ભારે વરસાદ અને કાદવભર્યા માર્ગોને કારણે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ સુધી પહોંચી શકી હતી.આવી વિકટ પરિસ્થિતિમાં 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ હિંમત અને ફરજનિષ્ઠા દાખવી હતી અને દર્દીને ઝોળીમાં બેસાડી પગપાળા મુશ્કેલ રસ્તો પાર કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતાં. ત્યારબાદ દર્દીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ભારે વરસાદ વચ્ચે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાભર્યા અભિગમ દાખવીને સેવા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.બંને કર્મચારીઓની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.નર્મદામા 108 ટીમની આ કામગીરી ફરી એકવાર સફળ સાબિત થઈ છે.ઈમરજન્સી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓ કોઈપણ પરિસ્થિતિમાં લોકોના જીવન બચાવવા માટે હંમેશા તત્પર રહે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!