– મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ રંગો અને લાઈટિંગો સાથેના તાજીયાના ઝુલુસ કાઢ્યા
(ભાવેશ પંડ્યા, ભાલોદ)
કરબલાના શહીદોની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે મહોર્રમ પર્વની ઉજવણી કરાય છે.મોહરમ પર્વને લઈ કતલની રાતે ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે તાજિયા પોતપોતાના વિસ્તારમાં ફેરવી ફરી મૂળ સ્થાને ગોઠવી દેવાયા હતા.ત્યાર બાદ આજે યવમે આસુરાના દિવસે વહેલી સવારે આશુરાની નમાજ અદા કરાઈ હતી.ભાલોદ ગામે હજરત ઈમામ હુસેનની યાદમાં કલાત્મક તાજીયા બનાવાયા હતાં.યા હુસેનના નારા વચ્ચે નવી તરસાલી ભાલોદ ટેકરા, રૂઠં, કસ્બા, વણાકપોર જેવા દરેક વિસ્તારમાં તાજીયાનુ જુલુસ કાઢવામાં આવ્યુ હતા 10 થી વધુ તાજીયાઓનું ઝુલુસ કાઢવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતાં જુલુસમાં ખાસ સહીદોને સલામ તેમજ સહીદે કરબલાના નારા સાથે જુલુસમાં મોટી સંખ્યા માં મુસ્લીમ સમુદાય ના લોકો જોડાયા હતા મોહરમ પર્વ નિમિત્તે શરબત, દૂધ, કોલડ્રિન્ક સહિતની નિયાઝનું વિતરણ પણ કરાયું હતું.અનિચ્છનીય બનાવ ના બને તે માટે રાજપારડી પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં જુલૂસ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મોડી સાંજે નર્મદા નદી કિનારે તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા.




