નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે ઉચ્ચ અધિકારીઓના સરકારી મકાનો સરકાર થતા ડીમોલેશન હાથ ધરાયુ

SHARE:

– સરકારી નિયમોનો શરતભંગ થતા 5 ઉચ્ચ અધિકારીઓના મોટા બંગલા તોડી પડાયા

(જ્યોતિ જગતાપ, રાજપીપળા)

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પાસે ઉચ્ચ અધિકારીઓના સરકારી મકાનો શ્રી સરકાર થતા ડીમોલેશન હાથ ધરાયુ હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા અહીં જમીનનો ભાવ ઊંચકાયા છે તેવે વખતે સરકાર ની નજર સરકારી અધિકારીઓના બંગલા પર પડી હતી.જેમાં 11 જેટલા તત્કાલીન ઉચ્ચ અધિકારીઓને નર્મદાના તત્કાલીન કલેક્ટર આર એસ નિનામા દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.વર્ષ 2019 માં આ પ્લોટ ફાળવવા આવ્યા હતા.નર્મદા જિલ્લા માં ફરજ બજાવતા IAS અને GAS અધિકારીઓને આ પ્લોટ ફળવાયા હતા.જેમાં પાંચ અધિકારીઓના બંગલાઓનું ડીમોલેશન હાથ ધરાયુ છે.

ગુજરાતના ઈતિહાસમાં પહેલી વખત એક એવી મોટી ઘટના બની છે કે જેમાં મોટી સંખ્યામાં સરકારી ઉચ્ચ અધિકારીઓને જમીન પ્લોટ ફાળવ્યા બાદડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે.ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનો આ વિસ્તાર છે જ્યાં દરેક અધિકારીઓને સરકારી રાહે પ્લોટ ફાળવવામાં આવ્યાં હતાં.પરંતુ એની શરત ભંગ થવાને કારણે સરકારના નિયમોનો ભંગ થતો હોવાથી સરકારી મકાનો શ્રી સરકાર થતા સરકારી બાંગ્લાઓ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યુંછે.થોડાં વખત પહેલા રાજપીપળાથી સ્ટેચ્યુ જતા રસ્તા પર રોડની રોડની આજુબાજુ લાગેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું.હવે સરકારી અધિકારીઓના બંગલા પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અહીં 13 અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.તેમાંથી છ ના પ્લોટ પરત લેવાયા હતા.જેમા સરકારી નિયમ અનુસાર શરતભન્ગ થતાં સાતનું ડિમોલિશન કરવાનું થતું હતું પરંતુ એમાંથી બે અધિકારીઓ સ્ટે લાવતા પાંચ અધિકારીઓના મકાનો ડીમોલે શન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છે કે આ સરકારી અધિકારીઓએ ફાળવેલા પ્લોટ ઉપર પોતાના મોટા મોટા બંગલા બનાવી દીધા હતા તેના ઉપર આજે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને આ બંગલાઓ તોડી નાખવામાં આવ્યા છે. અહીં ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવામાં આવ્યું છે જોકે અહીં અધિકારીઓ પણ સાથે હાજર હતા અને તેમણે પણ સહકાર આપ્યો છે શાંતિપૂર્ણ રીતે ડીમો લેસન કરવા દેવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!