ભરૂચ,
ભરૂચ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભરૂચ અને અંકલેશ્વરમાં આવેલ ખાદ્ય ચીજ દુધ તથા ઘી નું છૂટક વેચાણ કરતી ડેરીઓ par આકસ્મિક ચેકીંગ હાથધરી પાંચ જેટલાં નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
ભરૂચ તથા અંકલેશ્વર વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજ દુધ તથા ધીનુ છુટક વેચાણ કરતી ડેરીનુ તા.૨૬/૦૬/૨૦૨૬ ના રોજ વહેલી સવારે ખોરક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા કુલ ૧૪ જેટલી ડેરીઓની તપાસ કરી તેઓ વેચાણ માટે રાખેલ છુટક દુધના કુલ ૫ જેમાં ૩ ગાયનુ દુધ અને ૨ ભેસના દુધના નમુના લઈ લેબોરેટરીમા ટેસ્ટીગ માટે મોકલવામાં આવ્યા હતા તેમજ પરીણામ આવેથી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવનારા છે.તેમજ લાયસન્સ અને રજીસ્ટેશન વગર વેપાર કરતી પેઢિઓને નોટીસ આપવામાં આવી હતી.




