– સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે શક્તિ સંગમનું યુવા સંમેલનદારૂ જુગાર અંગે વધુ એક લેટર બૉમ્બ ફોડ્યો
– કોલેજમાં જનારી દીકરીઓ જન્મદિવસ ની પાર્ટીમાં બિયર પીવે છે : આ બધી મુંબઈ વડોદરા સુરત થી હવે નર્મદામા પણ પેસી શકે
– મને પત્ર મળ્યો છે કે જેમાં દારૂ અડ્ડા ક્યાં ચાલે તે બાબત પણ છે
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે શક્તિ સંગમનું યુવા સંમેલનમાં દારૂ જુગાર અંગે વધુ એક લેટર બૉમ્બ ફોડતા ખળભળાટ મચી ગયો હતો. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે છોકરાઓ તો બિયર પીવે જ છે પણ હવે તો ગુજરાતમાં બહેન દીકરીઓ પણ બિયર પીવે છે અને ઇ સિગારેટ પણ પીવે છે પાર્ટીઓ કરે છે એને રોકવું પડે જે ચિંતાનો વિષય છે.કોલેજ માં જનારી દીકરીઓ જન્મદિવસ ની પાર્ટી માં બિયર પીવે છે.આ બદી મુંબઈ વડોદરા સુરત થી હવે નર્મદામા પણ પેસી શકે છે.
મને પત્ર મળ્યો છે કે જેમાં દારૂ અડ્ડા ક્યાં ચાલે તે બાબતપણ છે.જિલ્લામાં દારૂ જુગાર ના અડ્ડા કોણ ચલાવે છે તે જ લોકો આ કાર્યક્રમ માં નથી આવતાદારૂ જુગાર ના અડ્ડા વાળા સામે 30 વર્ષ થી લડુ છું મારા પર હુમલા પણ થયા છે.યુવાનો ને મારી સલાહ છે કે ઈંગ્લીશ બોટલ સહિત ગુટખા પણ છોડવાં પડશે.ઈ સિગરેટ પણ ઘણા લોકો પીવે છે તેવા લોકો ને ખુલ્લા પાડવા પડે.
સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ઘનશ્યામ પટેલ સહીત ભાજપાના સક્રિય આગેવાનોએ બીન રાજકીય નવું સંગઠન બનાવ્યું છે.નર્મદા ગ્રામવિકાસ સમિતિ બનાવી એના નેજા હેઠળ યુવાજાગૃતિ માટે રાજપીપળા ખાતે યુવા શક્તિ સંગમનું બીનરાજકીય યુવા સંમેલન યોજાયું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ,સહિત ભાજપા આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાંમા જોડાયા હતા.
જેમાં જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ અને મહામંત્રી ની ટીમની ગેરહાજરી સૂચક બની હતી.પ્રદેશ મોવડી મંડળે સાથે મળીને કામ કરવા કહ્યું હતું છતાં એક મંચ પર ભેગા ના થયા એનું નામ દીધાં વગર સાંસદે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
સાંસદે કહ્યું મનસુખભાઇ અને દર્શનાબેન આ નવું નવું શું કાઢે છે એવા પ્રશ્નો દરેક ને થતા હશે?
નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિ ની અમે સારા આશ્રય થી શરૂઆત કરી છે અગાઉ ના બે કાર્યક્રમો માં લોકો ના આવે તે માટે ઘણા પ્રયત્નો કર્યા કાર્યકર્તાઓ ને ડરાવવાના ધમકાવવા ના પ્રયત્નો કર્યા.નર્મદા જિલ્લા ને 2047 માં વિકસિત ભારત નો ભાગ બનાવવો હશે તો શિક્ષણ પર ભાર મુકવો પડશે.
સાંસદે ટકોર કરતા જણાવ્યું હતું કે સ્ટાર બેન્ડ લાવી ને લોકો ને દારૂ નથી પીવડાવવાનો અમારે દીકરા દીકરી ને આગળ લવવાના છે?યુવાનો ને મોબાઈલ આપી ને તેમનું જીવન નથી બગાડવાનું એમનામાં પડેલી શક્તિ ને બહાર લાવવાની છેસ્ટેચ્યુ ઓફ યુનિટી માં કી પોસ્ટ પર કોઈ વ્યક્તિ કેમ નથી જેનું કારણ છે એ પ્રકાર નું શિક્ષણ નથી લીધું આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા નર્મદા જિલ્લાનો યુવાન પાછળ રહી જાય છે એની ચિંતા વ્યક્ત કરી હતી.
આપ સામે પ્રહાર કરતા સાંસદે જણાવ્યું હતું કે સ્ટાર બેન્ડ માં અબબબબ કરવા વસાવા અને રાઠવા સમાજ ના યુવાનો પાછળ રહી જાય છે.અમે બધા ભેગા થઈએ ત્યારે કોઈને પાડી દેવાની વાત નથી કરતા અમે નર્મદા જિલ્લાના લોકો આગળ કેવી રીતે આવે તેની વાતો કરીએ છીએ ગરીબો માટે ની યોજના નો લાભ છે તે કાર્યકર્તા ઓ પોતાના નામે ચલાવે તે મનસુખ વસાવા નહિ ચલાવી લેવાય.
રમુજી માં મનસુખ વસાવા એ ડો દર્શનાબેન દેશમુખ ને કહ્યું હતું કે કે બેન ભણતા હતા તે સમયે તમે ગુટખા ખાધા છે કોઈ દિવસ?ભાજપ ના બેનર પર કેમ મિટિંગ નથી કરતા એવું કેટલાક લોકો કહે છે.આવું સંગઠન એટલે જ બનાવ્યું છે કે ખુલ્લું બોલી શકાય પાર્ટી નો કાર્યક્રમ હોઈ ત્યાં દારૂ જુગાર માટે ના બોલી શકાય.આ સંગઠન બિન રાજકીય રીતનું છે.
ચૈતર વસાવાને જેલ થઈ છેતે અંગે મનસુખભાઈ એ જણાવ્યું હતું કે તેમાં પાર્ટી ને શુ લેવા દેવા?પાર્ટી નો કોઈ ઈરાદો નથી કે કોઈને ખોટા કેસો કરવાનો કોર્ટે જજમેન્ટ આપ્યું છે.ભાજપે કે સરકારે ખોટી ફરિયાદ કરાવી હોઈ એવું કોઈ પ્રુફ કરે તો હું જાહેર જીવન છોડી દઈશ.




