ભરૂચમાં ચૈતર વસાવાના સપોર્ટમાં ‘સમર્થન યાત્રા’ યોજાતા પોલીસે અટકાયત કરી

SHARE:

– આઈ સપોર્ટ અને હું ચૈતર વસાવા સાથે છું ના હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા પોલીસે અટકાયત કરી ભરૂચ,

ચૈતર વસાવાના સપોર્ટમાં ‘સમર્થન યાત્રા’નું ભરૂચમાં આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિવિધ સંગઠનોના આગેવાનો હાથમાં પોસ્ટર અને બેનરો સાથે રેલવે સ્ટેશન સર્કલ ખાતે એકત્ર થયા હતા.જોકે યાત્રા શરૂ કરતાં પહેલા જ પોલીસ દ્વારા અટકાવી તેઓની અટકાયત કરવામાં આવી હતી.

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય આઠ લોકોને રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા સાત વર્ષની સજાનો ચુકાદો જાહેર થયા બાદ સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે.ચુકાદાના વિરોધમાં આમ આદમી પાર્ટી, વિવિધ આદિવાસી સંગઠનો અને સામાજિક આગેવાનો દ્વારા ગુજરાતભરમાં સમર્થન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જેના ભાગરૂપે શનિવારે ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સર્કલ ખાતે પણ ચૈતર વસાવાના સમર્થનમાં ‘સમર્થન માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિવિધ સંગઠનોના આગેવાનો હાથમાં પોસ્ટર અને બેનરો સાથે રેલવે સ્ટેશન સર્કલ ખાતે એકત્ર થયા હતા.માર્ચ શરૂ કરતાં પહેલાં ઉપસ્થિત લોકોએ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. ત્યાર બાદ ચૈતર વસાવાના સમર્થનમાં અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.આયોજકો દ્વારા કાર્યક્રમ માટે અગાઉથી પરવાનગી માંગવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી મંજૂરી આપવામાં આવી નહોતી. જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એ-ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસે માર્ચ આગળ વધે તે પહેલાં જ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલા આ કાર્યક્રમને લઈને ભરૂચમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.બીજી તરફ આમ આદમી પાર્ટીના આગેવાનો અને સમર્થકોએ સજાના ચુકાદાને અન્યાયપૂર્ણ ગણાવી લોકશાહી ઢબે વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.જ્યારે પોલીસ તંત્રએ સમગ્ર કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!