નાગાલેન્ડ રાજ્યના રાજ્યપાલ નંદકિશોર યાદવજીએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી

SHARE:

– અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી

– નર્મદા મહાઆરતી અને ભવ્ય લેસર શો નિહાળી દેશની એકતા અને અખંડિતતાનો સંદેશો અનુભવ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે નાગાલેન્ડ રાજયના રાજ્યપાલ નંદકિશોર યાદવજીએ વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ અખંડ ભારતના શિલ્પી, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી ભવ્ય પ્રતિમાના દર્શન કર્યા હતા.આ અવસરે તેમણે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

મુલાકાત દરમ્યાન રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સહિત વિવિધ આકર્ષણોનું અવલોકન કર્યું હતું. તેમણે ૧૫૩ મીટરની ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી પરથી નર્મદા નદી, વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓના મનમોહક દૃશ્યો નિહાળ્યા હતા. ઉપરાંત, સરદાર પટેલના જીવનચરિત્ર અને ભારતના એકીકરણના ઐતિહાસિક પ્રસંગોને આધુનિક ટેક્નોલોજી દ્વારા રજૂ કરતા મ્યુઝિયમ અને એક્ઝિબિશન હોલની મુલાકાત લઈ રસપૂર્વક માહિતી મેળવી હતી.

રાજ્યપાલે પવિત્ર નર્મદા મહાઆરતીમાં સહભાગી બની આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રદર્શિત ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો.જેમાં ભારતની એકતા, અખંડિતતા અને સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણના યોગદાનનું જીવંત ચિત્રણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પોતાના પ્રતિભાવમાં રાજ્યપાલ નંદકિશોર યાદવે જણાવ્યું હતું કે, “સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ નથી, પરંતુ ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત પ્રતીક છે. અહીં આવીને દેશભક્તિની નવી પ્રેરણા અને રાષ્ટ્રસેવાની ભાવના વધુ દૃઢ બને છે.”

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!