ગરુડેશ્વર ખાતે રહેણાંક મકાન બનાવવાના બદલે સરકારી અધિકારીઓએ તે સ્થળે વ્યાપારિક હેતુથી હોમ સ્ટે અને ગેસ્ટ હાઉસ બનાવી દીધા?

SHARE:

– RTI અને સત્તાવાર ફરિયાદ બાદ ભાંડો ફૂટ્યો : ગેરરીતિ સામે તત્કાલીન મામલતદાર સાયબર પી.કે.જોષી દ્વારા સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી 

– ટાઉન પ્લાનિંગના નિમયોને બાયપાસ કરીને જરૂરી મંજૂરી વગર જ બાંધકામ કરી દેવામાં આવ્યુ! 

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આધિકારીઓના મકાનના ડિમોલેશનના બીજા દિવસે પણ કામગીરી ચાલુ રહી હતી.ગઈકાલે એક બંગલો તોડ્યા પછી બીજા ચાર બંગલા તોડવાની કામગીરી શરૂ કરવાંમાં આવી હતી.નર્મદાના ઉચ્ચ અધિકારીઓના સરકારી મકાનો શ્રી સરકાર થતા ડીમોલેશન હાથ ધરાયુ હતું.જેમાં 7 અધિકારીઓના મકાનો પૈકી 5 મકાનો તોડવાનો હુકમ કરવામાં આવ્યો છે.જયારે 2 અધિકારીઓનો સ્ટે આવ્યો હોવાથી હવે સુનાવણી હાથ ધરાશે. 

પ્રથમ દિવસે એક મકાન જમીનદોસ્ત થઈ ગયું હજુ ચાર મકાનો તોડવાનું કામ ચાલુ છે.વર્ષ 2019 માં આ પ્લોટ ફાળવવા આવ્યા હતા.કુલ 13 અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે અધિકારીઓએ લાખો રૂપિયાની લોનો લઈને મકાનો બનાવ્યા હતાં.જે આજે અધિકારીઓના પરિવાર સામે તંત્રએ પાકા તૈયાર મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી હતી.જોકે ટાઉન પ્લાનિંગના નિયમો અને મંજૂરીઓને નેવે મૂકીને જે પણ બાંધકામો કરવામાં આવ્યા હતાં તેમાં રહેણાંકના બદલે વ્યાપારી (કોમર્શિયલ) પ્રવૃત્તિઓ માટેના હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. જોકે આ અંગે RTI અને સત્તાવાર ફરિયાદ બાદ ભાંડો ફૂટ્યો હતો.ગેરરીતિ સામે તત્કાલીન મામલતદાર સાયબર પી.કે.જોષી દ્વારા સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.ગંભીર ફરિયાદો અને પુરાવાઓની ઝીણવટભરી તપાસ કર્યા બાદ, આ તમામ વિવાદાસ્પદ બાંધકામો તોડી પાડવાનો અને જમીનોનો કબ્જો પરત લઈને તેને ‘શ્રી સરકાર’ કરવાનો સીમાચિહ્નરૂપ હુકમ કર્યો હતો.

આ અંગે ગેરકાયદે મકાનો અંગે પ્રધાનમંત્રી સુધી ફરિયાદ પહોંચી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સરકારી અધિકારીઓને ફાળવવામાં આવેલા પ્લોટ બાબતે અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તેમજ નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં ધારાસભ્યો દ્વારા પણ આ અધિકારીઓએ જે મકાનો બનાવ્યા છે.જે બાબતે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક અધિકારી દ્વારા મુખ્યમંત્રી તેમ જ પ્રધાનમંત્રી સુધી આ મકાનો જમીનનો હેતુફેર કરીને ગેરકાયદે બનાવ્યા હોવાની રજૂઆત કરી હતી અને જેના કારણે તેઓ CMO દ્વારા સૂચના મળતા તાત્કાલિક અસરથી આ પાંચ મકાનો તોડી નખાયા હતા અને લાખોના બંગલા પત્તાના મહેલની જેમ તુટી પડતા કાટમાળમાં ફેરવાયા હતા. 

નર્મદા જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ બનેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓને રહેણાંક મકાન બનાવવાના હેતુથી સરકારી જમીન ઉપર પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. જો કે સરકારી અધિકારીઓએ તે સ્થળે રહેણાંક મકાનના બદલે વ્યાપારિક હેતુથી.હોમ સ્ટે અને ગેસ્ટ હાઉસ બનાવી દેતા આ મામલો સરકાર સુધી પહોંચ્યો હતો. આક્ષેપો એવા છે કે નિયત મર્યાદામાં બાંધકામ શરૂ કરાયુ નહતું. ઉપરાંત ટાઉન પ્લાનિંગના નિમયોને બાયપાસ કરીને જરૂરી મંજૂરી વગર જ બાંધકામ કરી દેવામાં આવ્યુ હતું. આ મકાનો રહેણાંકને બદલે વ્યાપારિક હેતુ માટે બનાવાયા હોય તેવુ પ્રાથમિક દ્રષ્ટીએ પુરવાર થતુ હતું. જોકે આ કામગીરી માટે 10 જેસીબી મશીનો કામે લગાડયા છે.ડિમોલિશનના સકંજામાં (1) ડી.કે. ભગત, તત્કાલીન પ્રાંત અધિકારી અને હાલના અધિક કલેક્ટર (2) સ્વ.દીપક.એન.ચૌધરી,તત્કાલીન પ્રાંત અધિકારી ડેડીયાપાડા (3) પી.એચ.ગામીત, તત્કાલીન ટાઉન પ્લાનર નર્મદા અને હાલ સિનિયર ટાઉન પ્લાનર એવોર્ડ શાખા,ગાંધીનગર (4) આર.એમ.ચૌધરી, તત્કાલીન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી (5) વી.વી.મછાર, તત્કાલીન મામલતદાર અને હાલ નિવૃત્ત અધિકારી (6) વી.બી.મોડિયા, તત્કાલીન ચૂંટણી અધિકારી નર્મદા અને હાલ ગાંધીનગર સચિવાલય ખાતે કાર્યરત છે તેઓનો સમાવેશ થાય છે.

જયારે (1) લક્ષમણસિંહ.એમ.ડિંડોર,તત્કાલીન નિયામક DRDA નર્મદા, હાલ નિવૃત્ત અને (2) આર.વી.બારીયા, તત્કાલીન પ્રયોજના વહીવટદાર તથા એડીશનલ કલેકટર નર્મદા, હાલ નિવૃત્ત હોય આ બંને અધિકારીઓએ સ્ટેટ મેળવ્યો છે.

તો બીજી તરફ (1) હિરેન કે વ્યાસ,તત્કાલીન અ.ની.કલેકટર નર્મદા,હાલ નિવૃત્ત (2) એસ.એન.સોની, તત્કાલીન ચીટનીશ ટુ કલેકટર,નર્મદા હાલ,નિવૃત્ત (3) આર.આર.ભાભોર,તત્કાલીન જિલ્લા આકડા અધિકારી નર્મદા (4) બી.ડી.બારિયા,તત્કાલીન જિલ્લા પ્રાથમીક શિક્ષણઅધિકારી નર્મદા (5) એન.યુ.પઠાણ, તત્કાલીન નાયબ કલેક્ટર,સ્ટેમ્પ ડ્યુટી, નર્મદાનાઓ ના બંગલા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!