– શકુંતલાબેન બલીરામભાઈ વસાવા ને પણ સાતવર્ષની જેલની સજા થઈ હતી
– સજા બાદ 17 દિવસના બાળક સાથે વડોદરા સેન્ટ્રલ જેલમાં બાળક સાથે સજા ભોગવતી હતી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે કુલ 9 આરોપીઓને સાત વર્ષ જેલની સજા થઈ હતી.જેમાં 17 દિવસના બાળક સાથે ગઈ કાલ જેલમાં ગયેલી માતા શકુંતલાબેનના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજુર કર્યા છે.
શુકંતાબેન ઉર્ફે શકુંતલાબેન વા/ઓ બલીરામભાઈ કાલુસીંગભાઈ વસાવા ઉ.વ.૩૦ રહે.હલગામ (પાડી) ટેકરા ફળીયું,તા.સાગબારા,જી.નર્મદાને કલમ ૩૪ અને કલમ ૧૪૯ અન્વયેના ગુનામાં તકસીરવાન ઠરાવી ૭ વર્ષની સખતકેદની સજા રાજપીપળા ની સેશન્સ કોર્ટે સજા કરી હતી.જે 17 દિવસના બાળક સાથે ગઈ કાલ સુધી જેલમાં હતાં આ બાબતે ગુજરાત હાઈકોર્ટ માં આપના વકીલો દ્વારા 17 દિવસના બાળકની માતાને રાહત આપવાની રજુઆત થઈ હતી.જે અન્વયે ગુજરાત હાઈકોર્ટે બાળકીના માતા શકુંતલાબેન બલીરામભાઈ વસાવાના કોર્ટે જામીન મંજુર કરી તેમને રાહત આપી છે.
અત્રે ઉલ્લેખનીયછે કે રાજપીપળા ખાતે સેશન્સ કોર્ટે તા 23/6/26ના રોજ રાજપીપળાની નર્મદા સેશન્સ કોર્ટે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહીત કુલ 9 આરોપીઓને સાત વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. જેમાં શકુંતલાબેન બલીરામભાઈ વસાવા કે જેમને સાથે15 દિવસનું નાનું બાળક પણ હતું તેમને પણ રાજપીપળા જેલ માંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કર્યા હતા.ત્યાર બાદ નાની બાળકી સાથેની માતા ને જેલમાં મોકલવા બાબતે.તમામ પક્ષે સહાનુભૂતિ જોવા મળી હતી જે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો તેમને રાહત આપવાની માંગ સાંસદ મનસુખ વસાવા, ભાજપ સહીત આપ દ્વારા પણ માંગ થઈ હતી જે બાબતે આજે ગુજરાતી હાઈકોર્ટ બાળકીના માતા ના જામીન મન્જુર કરી રાહત આપી છે.




