નાહિયેર ખાતે પાવરગ્રીડ કંપનીની દમનકારી નીતિ સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની બેઠક યોજાઈ

SHARE:

– ખેતરોમાં ઊભા થતા હાઈટેન્શન ટાવરો સામે ખેડૂતો આક્રમક મિજાજમાં જોવા મળ્યા
ભરૂચ,
આમોદ તાલુકાના નાહિયેર ગામ સ્થિત હઠીલા હનુમાનજી મંદિર ખાતે પાવરગ્રીડ કંપનીના પ્રોજેક્ટથી અસરગ્રસ્ત દક્ષિણ ગુજરાતના ખેડૂતોની બેઠક યોજાઈ હતી.બેઠકમાં સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ તથા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
ખેડૂતોની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર ખેડૂતોની વાજબી માંગણીઓ અંગે તાત્કાલિક સ્પષ્ટ લેખિત નિર્ણય જાહેર કરે તથા અસરગ્રસ્ત તમામ ખેડૂતોને કાયદા મુજબ યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવાની માંગણી કરી હતી.ખેડૂતોએ એક સુરે જણાવ્યું હતું કે હવે માત્ર મૌખિક આશ્વાસનો ખેડૂતોને સ્વીકાર્ય નથી.ખેડૂત આગેવાનોએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા તાત્કાલિક હકારાત્મક અને લેખિત નિર્ણય લેવામાં નહીં આવે તો સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉગ્ર અને વ્યાપક લોકશાહી આંદોલનનો માર્ગ અપનાવશે. તેમજ જ્યાં સુધી ખેડૂતોને ન્યાય અને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન કોઈપણ સંજોગોમાં બંધ કરવામાં આવશે નહીં.
આ પ્રસંગે સુરત જિલ્લાના ખેડૂત આગેવાન પરિમલ પટેલ, જયેશ પટેલ,આમોદ તાલુકાના ખેડૂત આગેવાન હરિરામ પટેલ સહિત ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા ખેડૂત આગેવાનો તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!