(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
37 વર્ષ સુધી નર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની સેવા કરનાર નાના કર્મચારીને વિદાય આપવા નર્મદા વન વિભાગનો એક પણ ઉપરી અધિકારી હાજર ન રહ્યાં એનાથી કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સામાજિક વનીકરણ રેન્જ રાજપીપળાના ઝરીયા રાઉન્ડમાં ફરજ બજાવતા કર્મચારી રાજેશભાઈ.કે. વસાવા (વનપાલ) પોતાની સેવાના 38વર્ષ પુર્ણ થતા નિવૃત્ત થયા , ગુજરાત વનવિભાગ માં તેમણે સતત 37 વર્ષ ફરજ બજાવી.નિવૃતિ પછી નું તેનું જીવન આરોગ્યમ,સુખ શાંતિ અને સમૃદ્ધિથી પસાર થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરવા અને વિદાય સમારંભ યોજાયો હતો એમાં ગણ્યા ગાંઠ્યા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
30 જૂને રાજપીપળા સામાજિક વનીકરણ રેન્જ ખાતે રેન્જના સ્ટાફ દ્વારા તેમનો વિદાય સમારંભ યોજાયો હતોએમાં કર્મીઓ ભાવુક પણ થયા.
પરંતુ દુઃખની વાત એ છે કે જે માણસે પોતાના 37 વર્ષ વનવિભાગને આપ્યા એના વિદાય પ્રસંગે કોઈ અધિકારીએ એક મિનિટ પણ સમય ન ફાળવ્યો? શું નિવૃત્ત થનારા વ્યક્તિ માટે વનવિભાગ પાસે પોતાના વિદાય સમારંભમાં અધિકારી હાજર રહે એટલી પણ આશા ન રાખી શકે.?
37 વર્ષ સુધી વનવિભાગની સેવા કરવા કોઇ અધિકારીને પાંચ મિનિટનો પણ સમય ના મળ્યો એ જાણી નાના કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી.વન અધિકારીઓના હાથ પગ કહો કે મોરના પિંછા કહી શકાય એવા નાના કર્મીઓની કદર જયારે ના થાય ખાસ કરીને 37 વર્ષ સુધીસેવા આપનાર કર્મચારી જયારે નિવૃત્ત થવાનો હોય ત્યારે એમને વિદાય આપવા, તેમની કારકિર્દીને બિરદાવવાંના બે શબ્દો કહેવાનો સમય મળે ના ત્યારે અન્ય કર્મચારીઓમાં પણ મોટા અધિકારીઓ પ્રત્યેનું માન ઉતરી જતું હોય છે અને એની વિપરીત અસર એના કામ પર પડી શકે છે.
આજે મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને સાચવતા હોય છે કારણ કે કંપનીની પ્રગતિના મૂળમાં પાયાના કર્મચારીઓ જ હોય છે બોસ આવા કર્મીઓને બોનસ, ગિફ્ટ અને અન્ય સુવિધાઓ પણ આપી કર્મચારીઓનું મનોબળ વધારતા હોય છે.એની સીધી અસર કંપની પ્રગતિ પર સારી અસર થતી હોય છે.કંપનીનો પ્રોફિટ અને વિકાસ પાછળ આ નાના કર્મચારીઓ જ હોય છે.
ત્યારે નર્મદાના ગેરહાજર રહેલા અધિકારીઓ આર એફ ઓ, સબ ડીએફઓ,ડીએફઓએ કે એસીએફ જેવા અધિકારીઓએ પણ શીખવાની અને યાદ રાખવાની જરૂર છે કે નાના નાના કર્મચારીઓની કદર કરવી, એમના વિદાય સમારંભમાં હાજરી આપી એની સેવાને બિરદાવવી જોઈએ.મોટા અધિકારી ઓ અને સરકારની સરભરામા વ્યસ્ત અધિકારીઓ જયારે પોતાના જ નાના પાયાના કર્મચારીઓને ભૂલી જાય છે ત્યારે આવા અધિકારીઓની પડતીની નિશાનીની શરૂઆત થઈ જતી હોય છે.શું આ નાનકડી ઘટનાઓમાંથી મોટા અધિકારીઓ કઈ શીખશે ખરા?
આપણે સૌ નિવૃત્ત થયેલ કર્મચારી રાજેશભાઈ.કે. વસાવા વનપાલ ને શુભેચ્છા પાઠવીએ કે એમનું શેષ જીવન આરોગ્યમય અને પ્રગતિકારક નીવડે અને પરિવાર સાથે ખુશ રહે એવી શુભેચ્છા પાઠવીએ.




