ભરૂચ,
આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજે શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ દરમિયાન તેમણે આમોદ તાલુકા પંચાયતના વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. તેમજ વિકાસના કાર્યોમાં જરૂરી સહયોગ અને સંકલન સાથે દરેક પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી.
ત્યારબાદ ડિમ્પલબેન રાજે આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજદીપસિંહ ડાયમા, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ,જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને સરભાણ તેમજ તેલોદ ગામે ચાલતા વિકાસ કાર્યોની અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી.




