ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં “સામાજિક જનસમર્થન સભા” માં લાખોનું માનવ મહેરામણ ઉમટ્યું

SHARE:

– AAP નેતા ઈસુદાન ગઢવી,ગોપાલ ઈટાલિયા, મનોજ સોરઠિયાએ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ધારાસભ્ય ચૈતર વસાવા,તેમની પત્ની સહીત કુલ 9 આદિવાસીઓને સાત વર્ષની જેલની સજા ફટકરતાં ને જેલની સજાનું રીએકશન આવ્યું હતું.જેની સામે આદિવાસીઓ અને સમાજ વધુ એક જૂઠ થયેલા અને આદિવાસીઓમાં રોષ જોવા મળ્યો આજે ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં “સામાજિક જનસમર્થન સભા” માં લાખોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.જેમાં આપના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા. સહીત ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી સંગઠનો અને આગેવાનો હજારોની સંખ્યામાં ઉમટી પડી રીતસરનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.જેમણે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો.

ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના આશીર્વાદ લઈને નીકળેલા ચૈતરભાઈ વસાવાને ત્રણ વખત જેલમાં નાંખવામાં આવ્યા, માટે હવે આ લોકોને જડબાતોડ જવાબ આપવાનો છે.આજે અહીંયા ઉપસ્થિત થયેલા એક લાખ લોકોને જોઈને હું સમજી ગયો કે શા માટે ભાજપ આદિવાસી સમાજને જાગૃત થવા દેતું નથી. કારણ કે ભાજપને ખબર છે કે,એક ચૈતર વસાવા જાગૃત બનીને, ભણી ગણીને અને ધારાસભ્ય બનીને ભાજપની ઊંઘ હરામ કરી શકે છે તો જો આટલા એક લાખ યુવાનો ભણી ગણીને આગળ વધે તો 100% તેઓ ભાજપના મૂળિયા ઉખાડી નાખે એમ છે.મેં ગઈકાલે જ ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેનને કહ્યું હતું કે તમારા પર જે જવાબદારી આવી પડી છે એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આમ આદમી પાર્ટીના એક એક નેતાઓ અને કાર્યકર્તાઓ તમારા માટે ભાઈ બનીને ઉભા છે. ચૈતરભાઈનો ગુનો શું હતો? એમનો ગુનો એ હતો કે એમણે જળ, જંગલ અને જમીન મુદ્દે સરકાર સામે બાથ ભીડી.જ્યાં સુધી ચૈતરભાઈ છે ત્યાં સુધી કોઈ કંપનીઓની તાકાત નથી કે જંગલની જમીનો પડાવી શકે.આજે ભલે ચૈતરભાઈ જેલમાં હોય પરંતુ આજની સભાના ફોટા જયારે તેઓ જોશે ત્યારે તેમની છાતી ગજગજ ફૂલશે. ચૈતરભાઈ એકલા નથી આખી ટાઈગરની સેના સાથે છે, અને હું ખાતરી આપું છું કે ચૈતરભાઈને વધારે સમય સુધી જેલમાં રહેવા દઈશું નહીં. ગુજરાતમાં આટલું ડ્રગ્સ વેચાય છે પરંતુ વેચનારાઓની સજા થતી નથી, મેં સાંભળ્યું છે કે ભાજપના એક નેતાએ વનકર્મીને બેટે ને બેટે માર માર્યો હતો. છતાં પણ તેમને સજા થઈ નથી.ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે એટલા માટે તેમને દબાવવાની કોશિશો થઈ રહી છે.હું અમારા વકીલોની ટીમો સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ એમ તમામ જગ્યાએ ગોઠવાઈ ગઈ છે, બસ હવે આદિવાસી સમાજે એકતા જાળવવાની છે, કારણ કે મેં ગઈકાલે સાંભળ્યું કે આદિવાસી સમાજમાં ભાગલા પાડવા માટે ભાજપના નેતાઓએ ષડયંત્ર રચ્યું છે.ચૈતરભાઈને સજા તો અપાવી દીધી પરંતુ હવે એ લોકોથી ઝીંક ઝીલાતી નથી. જે રીતે અગાઉ ચૈતરભાઈને જેલમાં પૂર્યા અને ત્યારબાદ નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજ સહિત તમામ સમાજના લોકોએ ભેગા મળીને નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બનાવી, આના પરથી સ્પષ્ટ થાય છે કે અંબાજીથી ઉમરગામ સુધી ફક્ત એક જ નારો બોલાઇ રહ્યો છે “એક જ ચાલે… ચૈતર ચાલે….”

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!