ઉપરવાસ માંથી 50616 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટીમાં વધારો

SHARE:

– નર્મદા ડેમની સપાટી 126.43 મીટર પહોંચી

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી માં વધારો થયો છે. ઉપરવાસ માંથી પાણીની આવક વધી છે.ખાસ કરીને ઉપરવાસના મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં વરસાદને લઈ નર્મદામાં નવા નીર આવ્યા છે.

હાલ ઉપરવાસ માંથી 50616 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.નર્મદા ડેમની સપાટી 126.43 મીટર પહોંચી છે.24 કલાક માં 24 સેમીનો વધારો થયો છે.નર્મદા ડેમના RBPH ના 2 પાવર હાઉસ ચાલુ કરાતા વીજ ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે.હાલ નર્મદા ડેમ 65 ટકા ભરાયો છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઈ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!