સાગબારા જંગલની જમીન ખેડતા ખેડૂતો અને વન વિભાગ સાથે ઘર્ષણ મામલે નર્મદામાં ભાજપમાં રાજકરણ ગરમાયુ

SHARE:

– સાંસદ અને જિલ્લા પ્રમુખ દ્વારા ખેડૂતોના ખેડાણના હક્કો માટે આમને સામને આવ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

સાગબારાના જંગલ વિસ્તારના ગામોના ખેડૂતો જંગલની જમીન ખેડતા વન વિભાગ સાથે ઘર્ષણ થયું હતું.જે જમીન ખેડતા ખેડૂતો પર વનકર્મીઓએ હુમલો કર્યો હતો.જોકે આ બાબતે નર્મદા માં ભાજપમાં રાજકરણ ગરમાયુ છે.સાંસદ અને જિલ્લા પ્રમુખ દ્વારા ખેડૂતોને ખેડાણના હક્કો માટે આમને સામને આવ્યા છે.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામ સહિત આસપાસના અન્ય 12 ગામોના ખેડૂતો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.સાગબારાના ખોપી સહિત 12 થી વધુ ગામોના આદિવાસી ખેડૂતો ન્યાયની માંગ કરી રહ્યા છે અને પોતાની સનદો પેન્ડિંગ હોવાનો પૂરાવો છતાં વન આધિકારીઓ માર મારે છેની ફરિયાદ કરી રહ્યા છે.વર્ષ 2005 થી ખેતી કરતા ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી જમીન પર ખેતી કરી રહ્યા હોવા છતાં વન વિભાગ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે.ત્યારે રાજકીય આગેવાનો વચ્ચે પડી ન્યાય અપાવવાની માંગણી કરી રહ્યા છે. જોકે આદિવાસી ખેડૂતોનું કહેવું છે કે વન અધિકાર કાયદા (Forest Rights Act) હેઠળની અરજીઓ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે.અરજીઓનો સમયસર નિકાલ કરવા બદલે વન વિભાગ દ્વારા ખેતીમાં અવરોધ ઉભા કરવામાં આવી રહ્યા છે. ગત રોજ વન વિભાગના અધિકારીઓ તમામ ખેડૂતોને ભેગા કરી SRP ફોર્સની સુરક્ષા લઈને આવી ખેડૂતોને ધમકાવી ગાળાગાળી કરી ખેડૂતોને માર માર્યો અને ઉલ્ટાના વનકર્મીઓ ખેડૂતો પર ફરિયાદ કરે છે.આ બાબતે અમે ઉગ્ર આંદોલન કરીશુ.મારા ખેડૂત ભાઈઓ બહેનો માટે લડત ઉપાડીશ.ત્યારે હાલ આ તમામ ખેડૂતો અને વનકર્મી વચ્ચે બબાલમાં નર્મદામાં ભાજપમાં રાજકારણ ગરમાયુ છે.

નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સાંસદ અને કાર્યકર્તાઓ વચ્ચે સોશ્યલ મીડિયામાં અમે ખેડૂતોને ન્યાય અપાવ્યુંના પોસ્ટર મુકતા રાજકારણ ગરમાયુ છે.જેમાં સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આમાં રાજકારણ ન રમવું જોઈએ.ખેડૂતોને ન્યાય આપવાની વાત કરવી જોઈએ.સાંસદે કહ્યું કે આ બાબતે મેં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.અને સોમવાર કે મંગળવારે આ બાબતે નિકાલ આવશે જોકે આ રાજકારણ બાબતે જિલ્લા પ્રમુખ નીલ રાવને પૂછતાં મીડિયા સામે ન આવવાની વાત કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!