ભરૂચમાં આયોજન ભવન વિભાગમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા પિયુષ ઉકાણીએ આપઘાત કર્યો

SHARE:

– દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર : પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરતા ચિઠ્ઠી મળી

– ચિઠ્ઠીમાં લોન અને ક્રેડિટ કાર્ડના દેવાના બોજનો કરાયો ઉલ્લેખ

– મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથધરી

ભરૂચ,

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવા સરકારી અધિકારીના કરુણ અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.જીવનના અનેક સપનાઓ અને જવાબદારીઓ વચ્ચે આર્થિક બોજ સામે ઝઝૂમતા અધિકારીએ અંતે જીવનયાત્રા સમાપ્ત કરી લેતા તેમના પરિવારજનો સહિત સહકર્મચારી ઓમાં ભારે દુઃખની લાગણી વ્યાપી છે.

મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના પિયુષભાઈ ઉકાણી એક મહિના અગાઉ જ બદલી થઈ ભરૂચમાં આયોજન વિભાગમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજમાં હાજર થયા હતા અને ઝાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના એ -12 મકાનમાં રહેતા હતા.આજે સવારે તેઓ ઘરે એકલા હતા.ત્યારે તેમનું નિર્જીવ દેહ મળતા સોસાયટીમાં ચકચાર મચી જવા પામી હતી.

ઘટનાની જાણ મકાન માલિક દ્વારા સી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી.પ્રાથમિક તપાસ દરમ્યાન પોલીસને એક સુસાઈડ નોંધ મળી આવી હતી.તેમાં તેઓએ આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના બોજને કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનું ઉલ્લેખિત હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

સરકારી સેવામાં સાથે જોડાયેલા અધિકારીના આકસ્મિક અવસાનથી સહકર્મચારીઓ અને પરિચિતોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે.સી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!